For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દિલ્લીમાં 2.30 વાગે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર

આજે 1 સપ્ટેમ્બર મંગળવારે દિલ્લીમાં બપોરે 2.30 વાગે પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનુ 31 ઓગસ્ટના રોજ નિધન થઈ ગયુ. 84 વર્ષના પ્રણવ મુખર્જી બ્રેઈન સર્જરી બાદથી હોસ્પિટલમાં ભરતી હતા. સોમવારે 31 ઓગસ્ટના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબા સમય સુધી બિમારી સામે લડ્યા બાદ તે દુનિયાને અલવિદા કહી ગયા. કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. આજે 1 સપ્ટેમ્બર મંગળવારે દિલ્લીમાં બપોરે 2.30 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્લીના લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ દાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Pranav Mukherjee

પ્રણવ મુખર્જીના નિધન પર બંગાળની મમતા સરકારે પણ 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં શોક ઘોષિત કર્યો છે. આજે સવારે 9 વાગ્યાથી પ્રણવ મુખર્જીના પાર્થિવ શરીર દિલ્લીના 10 રાજાજી માર્ગમાં શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી રાજનેતા, પ્રધાનમંત્રી, ગણમાન્ય વ્યક્તિ પૂર્વ રાષ્ટ્રપતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. વળી, 11 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે સામાન્ય જનતા પ્રણવ દાને અંતિમ વિદાયન શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ બપોરે 2.30 વાગે લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Pranav Mukherjee: Last rites of former President Pranav Mukherjee to be held today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X