For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ફરીથી બનશે પીએમ, નીતિશ કુમાર દાવેદાર નહિઃ પ્રશાંત કિશોર

મોદી ફરીથી બનશે પીએમ, નીતિશ કુમાર દાવેદાર નહિઃ પ્રશાંત કિશોર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રશાંત કિશોરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ આગામી લોકસભા ચૂંટણી બાદ ફરીથી પીએમ બનશે. કિશોરે કહ્યું કે રાજગના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી છે અને આગળ પણ રહેશે. એવામાં કોઈ અન્યની ઉમેદવારીનો સવાલ જ ક્યાં ઉઠે છે. રાષ્ટ્ર્યી જનતા ગઠબંધનમાં નીતિશ કુમારા હોવાનો મતલબ એ નથી થતો કે તેઓ પીએમ પદના દાવેદાર છે.

નીતિશ મોટા કદના નેતા

નીતિશ મોટા કદના નેતા

પ્રશાંત કિશોરને જ્યારે નીતિશ કુમારના પીએમ અને ઉપ પીએમ બનવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવા પ્રકારની કોઈ ચર્ચા થઈ નથી. નીતિ કુમાર એક મોટા નેતા છે. તેઓ બિહાર જેવા મોટા રાજ્યોના 15 વર્ષ સુધી સીએમ રહ્યા છે, એવામાં તેમનું કદ તો મોટું છે પરંતુ તેમણે પીએમ પદના દાવેદારના રૂપમાં જોવા ઠીક નહી હોય. નીતિશ કુમાર દેશના મોટા નેતા છે અને તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં અન્ય ભૂમિકાઓ પણ હોય શકે છે.

ઉદ્ધવ સાથે મુલાકાતનો કોઈ મતલબ નહિ

ઉદ્ધવ સાથે મુલાકાતનો કોઈ મતલબ નહિ

પ્રશાંત કિશોર ગત દિવસોમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. સંજય રાઉત સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. ત્યારે પ્રશાંત કિશોરે જણાવ્યું કે આ દરમિયાન ચૂંટણી સાથે જોડાયેલ મામલાઓ પર વાત થઈ, પરંતુ આની અન્ય કોઈ મતલબ ન કાઢવો જોઈએ. તેમણે કહ્યું કે શિવસેના પણ રાજગનો ભાગ છે. પ્રશાંત કિશોરે મહાગઠબંધનને લઈ કહ્યું કે કોઈપણ ગઠબંધનમાં ચારથી વધુ દળ છે તો મંચ પર ફાઈલોમાં મજબૂત દેખાય શકે છે, પણ જમીન પર કેટલી સફળતા આફશે, કહેવું મુશ્કેલ છે. આટલા દળોને મેનેજ કરવા મોટી વાત છે.

પ્રિયંકા પાસે જાદૂની છડી નથી

પ્રિયંકા પાસે જાદૂની છડી નથી

પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં એન્ટ્રી પર પ્રશાંત કિશોરે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ શરૂઆત કરી છે, કોઈની પણ પાસે જાદુઈ છડી નથી. હું આટલા ઓછા સમયમાં મોટો પડકાર નથી માનતો. એવું એટલા માટે નહિ કે પ્રિયંકા ગાંધીની અંદર કાબિલિયત નથી બલકે આટલા ઓછા સમયમાં છાપ છોડવી બહુ મુશ્કેલ કામ છે. હા, લાંબા સમયની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી મોટો ચહેરો અને મોટું નામ છે. પ્રશાંત કિશોરે કહ્યં કે જો આપણ બધા એ વિચારીએ કે આટલા ઓછા સમયમાં કોંગ્રેસ જેવી જૂની પાર્ટીમાં પ્રિયંકા ગાંધી અથવા કોઈપણ નેતા બદલાવ લાવશે તો એવું વિચારવું ન્યાયસંગત નહિ હોય. આના માટે પ્રિયંકા ગાંધીને 2-3 વર્ષનો સમય આપવો જોઈએ જેથી લોકો તેમના વિશે આંકલન કરવાની સારી સ્થિતિમાં હોય.

હરિયાણામાં પીએમ મોદીઃ લાલ કિલ્લાથી ટૉયલેટની વાત કરવા પર મારી મજાક ઉડાવી હરિયાણામાં પીએમ મોદીઃ લાલ કિલ્લાથી ટૉયલેટની વાત કરવા પર મારી મજાક ઉડાવી

English summary
Prashant Kishor predicts Narendra Modi return as PM again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X