Prashant Kishor: પહેલી જ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ફેલ, ચારેય ઉમેદવાર બિહાર પેટાચૂંટણી હાર્યા
રાજકારણમાં રસ ધરાવતા દરેક વ્યક્તિ પ્રશાંત કિશોર નામથી તો પરિચિત જ હશે. પોલિટિકલ વ્યૂહરનાકાર પ્રશાંત કિશોરે અનેક રાજકારણીઓના ભવિષ્ય બનાવ્યાં, અનેકને જીતાવ્યા અને અનેક રાજકારણીઓની પડતીના કારણ બન્યા. પરંતુ જ્યારે ખુદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા તો કુણા પડ્યા છે.

જી હાં, બિહાર વિધાનસભાની પેટાચૂંટણીની ઠીક પહેલાં પ્રશાંત કિશોરે જન સૂરાજ પાર્ટીની શરૂઆત કરી હતી. બિહારની ચારેય બેઠક પર તેમણે પેટાચૂંટણી લડવા 4 ઉમેદવારોને ચૂંટણી-એ-જંગમાં ઉતાર્યા હતા. પરંતુ ડેબ્યૂ મેચમાં જ પ્રશાંત કિશોરના ચારેય ઉમેદવારોએ વિકેટ ગુમાવી દીધી હતી.
જન સૂરાજ પાર્ટીએ અનુક્રમે ઈમામગંજ, બેલાગંજ, રામગઢ અને તરરી બેઠક પર જીતેન્દ્ર પાસવાન, મોહમ્મદ અમજદ, સુશીલ કુમાર સિંહ અને કિરણ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા.
2 ઑક્ટોબર 2024ના રોજ જન સુરાજ પાર્ટીની શરૂઆત કરી ત્યારે પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી 2025માં યોજાનાર બિહાર વિધઆનસભાની તમામ 243 બેઠકો પર ઉમેદવાર ઉભા કરશે. પરંતુ બિહાર વિધાનસભા પહેલાં પ્રશાંત કિશોરની પાર્ટી માટે પેટાચૂંટણી 2024 લિટમસ ટેસ્ટ હતી. ચારેય બેઠક પર પ્રશાંત કિશોરના ઉમેદવાર ભયંકર રીતે હારી ગયા હતા. જેને લઈ હવે પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલાં બિહારમાં તેમની પાર્ટીની સ્થિતિનું મૂલ્યાંકન કરવું ફરજીયાત બની ગયું છે.
જન સૂરાજ પાર્ટીએ ઉભા કરાયેલા તમામ ઉમેદવારો બિહાર પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી હારી ગયા હતા. રામગઢ અને તરારી ભાજપે જીત્યા જ્યારે જેડીયૂએ બેલાગંજ અને હિન્દુસ્તાની આવામ મોરચાએ ઈમામગંજ જીત્યું હતું.












Click it and Unblock the Notifications
