2014ના ચૂંટણી પરિણામો રાહુલ ગાંધીને પરાણે પરણાવશે!

Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014ના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી લગ્ન કરી શકે છે. અથવા એમ કહો કે પરાણે લગ્વન કરવા પડી શકે છે. વર્તમાન સમયમાં આ અંગે કોઇ ચર્ચા થઇ રહી નથી, પરંતુ રાહુલ ગાંધીના લગ્નની શક્યતાઓ પ્રબળ બને તેવા બે કારણો છે.

તાજેતરના ચૂંટણીલક્ષી પ્રિ-પોલ સર્વેના તારણો દર્શાવે છે કે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ ઊંધા માથે પછડાશે. દેશમાં આસામ, કર્ણાટક જેવા કેટલાક રાજ્યોને બાદ કરતા કોંગ્રેસનો પંજો ઢીલો પડી રહ્યો છે. આવા રાજ્યોમાં ભાજપ અને અન્ય પ્રાદેશિક પક્ષોની પકડ વધારે મજબૂત બનશે એમ સર્વેક્ષણના તારણો દર્શાવે છે. આવી સ્થિતિમાં રાહુલ લગ્ન કરવા કેમ મજબૂર બની શકે તેના કારણો જાણવા આગળ વાંચો...

ભારતમાં કોંગ્રેસનું ધોવાણ નિશ્ચિત

ભારતમાં કોંગ્રેસનું ધોવાણ નિશ્ચિત


કોઇ પણ વ્યક્તિ આ બાબતનો અંદાજ બાંધી શકે છે. વાતમાં દમ પણ છે. કારણ કે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જ્યાં બે જ પાર્ટીઓ મહત્વની હોય ત્યાં કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. બીજી તરફ પશ્ચિમબંગાળ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કોંગ્રેસના સ્થાને સ્થાનિક પક્ષો સારો દેખાવ કરી રહ્યા છે.

કોંગ્રેસ માટે ચિંતાનું કારણ

કોંગ્રેસ માટે ચિંતાનું કારણ


દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસ માટે સૌથી વધારે ચિંતાનું કારણ એ છે કે અમેરિકન સંસ્થા પ્યૂના સર્વેક્ષણ અનુસાર કોંગ્રેસ જેમના માટે કામ કરવાના ઢોલ-નગારા પીટે છે તેવા ગરીબો જ કોંગ્રેસ પર ઓછો વિશ્વાસ હોવાનું જણાવી રહ્યા છે. યુવાનો ભાજપ અને નરેન્દ્ર મોદીની પાછળ ઘેલા છે. જેના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશની જેમ કોંગ્રેસના વફાદાર મતદારો પણ તેનાથી દૂર જઇ રહ્યા છે.

દેશવાદ, ગાંધીવાદ અને હવે પરિવારવાદ

દેશવાદ, ગાંધીવાદ અને હવે પરિવારવાદ


કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધીના મૃત્યુબાદ પરિવારવાદને જેટલું મહત્વ આપવામાં આવ્યું છે અને જે પ્રથા પાડવામાં આવી છે તે કોંગ્રેસના મૂળિયાને ઉધઇની જેમ ખોખલા કરીને ખતમ કરી રહી છે. જો કે આજે પણ તે ઉભી રહેવા માટે ગાંધી પરિવારના નામની તાકાતનો ઉપયોગ કરી રહી છે.

2014ની ચૂંટણીઓ 2004 અને 2009થી અલગ

2014ની ચૂંટણીઓ 2004 અને 2009થી અલગ


સર્વેક્ષણ દર્શાવે છે કે 2014ની ચૂંટણી વર્ષ 2004 અને 2009 કરતા અલગ છે. કોંગ્રેસ માટે વધારે અઘરી છે. વર્ષ 2004માં NDAને નેગેટિવ મેન્ડેટને કારણે હાર મળી હતી. 2009માં પણ તેની પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. આ વર્ષે કોંગ્રેસ સામે એન્ટિઇન્કમ્બન્સીના જોખમ ઉપરાંત નરેન્દ્ર મોદી જેવા નેતા છે. ત્યારે સકારાત્મક મતની ભૂમિકા મહત્વની બની જાય છે. આ બાબત કોંગ્રેસની વિરુદ્ધમાં જઇ રહી છે.

ગાંધી પરિવારના થાંભલા ઉખડ્યા તો કોંગ્રેસ ગઇ સમજો

ગાંધી પરિવારના થાંભલા ઉખડ્યા તો કોંગ્રેસ ગઇ સમજો


કોંગ્રેસ પાર્ટી હંમેશા ગાંધી પરિવારના ટેકે જ ઉભી થઇ છે અને આગળ વધી છે. આ કારણે જ ગાંધી પરિવારના સભ્યો જ્યાંથી લડે છે તે રાયબરેલી અને અમેઠીને ઘણું મહત્વ આપાવમાં આવી રહ્યું છે. ચૂંટણી 2014માં જો આ બંને મતવિસ્તારોમાંથી ગાંધી પરિવારના થાંભલા ઉખડ્યા તો કોંગ્રેસ ગઇ સમજો.

કોંગ્રેસને ખાતર રાહુલે પરાણે વરરાજા બનવું પડે

કોંગ્રેસને ખાતર રાહુલે પરાણે વરરાજા બનવું પડે


લોકસબા ચૂંટણી 2014ના પ્રિ-પોલ સર્વેના તારણો કોંગ્રેસ માટે આકરો સમય આવવાનો છે તેવા સંકેત આપી રહ્યા છે. આ વખતે કોંગ્રેસની હાર થઇ તો તાત્કાલિક ધોરણે કોંગ્રેસે લોકોનું ધ્યાન બીજે વાળવું પડશે. આ માટે રાહુલ ગાંધીના લગ્ન સિવાય અન્ય કોઇ મુદ્દો કોંગ્રેસ પાસે નથી. બીજી એક મહત્વની બાબત એ પણ છે કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસની આગેવાની સંભાળનાર કોઇ વારસદાર નથી. આટલી મોટી પાર્ટીને વારસદાર મળે તે માટે પણ રાહુલ ગાંધીના ઘડિયા લગ્ન લેવામાં આવે તો નવાઇ નહીં રહે.

English summary
May be Rahul Gandhi should decide to marry soon after the elections get over. The Congress can't really afford a succession problem for the Gandhis can only help it to survive in the long run.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X