ગર્ભવતી પત્નીના હાથ અને પગ બાંધીને ફેકટરીમાં પુરી રાખી
આ મામલો રાજધાની પાસે આવેલા નોઈડા નો છે, જ્યાં દહેજના લાલચી સાસરીવાળા પોતાના જ ઘરની 5 મહિનાની ગર્ભવતી વહુને પીડા આપવાનો મામલો સામે આવ્યો છે.
આ મામલો રાજધાની પાસે આવેલા નોઈડા નો છે, જ્યાં દહેજના લાલચી સાસરીવાળા પોતાના જ ઘરની 5 મહિનાની ગર્ભવતી વહુને પીડા આપવાનો મામલો સામે આવ્યો છે. તેમને પોતાની 5 મહિનાની ગર્ભવતી વહુને બેઝમેન્ટ માં 48 કલાક સુધી ભૂખી અને તરસી રાખી હતી. પીડિતાના પરિવારની ફરિયાદ પર પોલીસ ત્યાં પહોંચી અને તેને મુક્ત કરાવી. પોલીસે પીડિતાના સાસુ સસરા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જયારે પીડિતાનો પતિ હજુ પણ ફરાર છે.

ગર્ભવતી મહિલાને બંધ કરીને તેને ભૂખી રાખી
નગર પોલીસ અધ્યક્ષ અરુણ કુમાર સિંહ ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે બારોલા ગામ નિવાસી પવન કુમારની દીકરીના લગ્ન ડિસેમ્બર 2017 દરમિયાન છેલરા ગામના ગૌરવ ચૌહાણ સાથે થયા હતા. જે નોઈડા સેક્ટર 39 માં રહેતો હતો.

બે દિવસથી છોકરી ગાયબ હતી
બે દિવસ પહેલા જ પવન ચૌહાણે ચોકી સેક્ટર 39માં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી શ્વેતાને તેના સાસરીવાળા દહેજ ને કારણે હત્યા કરવાની નિયતથી કિડનેપ કરી છે. બે દિવસથી તેમની દીકરી વિશે કોઈ જ જાણકારી મળી નથી. ત્યારપછી પોલીસે તપાસ શરૂ કરી અને મહિલાને છેલરા ગામમાં આવેલી ફેક્ટરીમાંથી મુક્ત કરાવી.

ગર્ભવતી મહિલાના હાથ અને પગ બંધાયેલા હતા
મળતી માહિતી અનુસાર જે સમયે પોલીસ મહિલાને મુક્ત કરાવવા માટે બેઝમેન્ટ પહોંચી ત્યારે ગર્ભવતી મહિલાના હાથ અને પગ બંધાયેલા હતા. તેના મોઢા પર ટેપ મારવામાં આવી હતી અને તે બેહોશ હતી. ગંભીર હાલતમાં તેને નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલમાં તે આઇસીયુ માં છે, જ્યાં તેની હાલત ગંભીર છે. તેના શરીર પર કેટલાક નિશાન પણ છે જેનાથી એવી આશંકા લગાવવામાં આવી રહી છે કે તેની સાથે મારપીટ પણ કરવામાં આવી છે.

દહેજ માટે આપવામાં આવી પીડા
પીડિતાના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે લગ્નના થોડા જ સમયમાં તેમની દીકરીને સાસરીવાળા દહેજ માટે પીડા આપવા લાગ્યા. પીડિતાએ પોતાના પિતાને આ બાબતે ફરિયાદ પણ કરી હતી. પીડિતાના પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે લગ્ન સમયે તેમને સાસરી પક્ષને 15.5 લાખ રૂપિયા, વોશિંગ મશીન અને ફ્રીઝ આપ્યું હતું. લગ્નના થોડા જ મહિના પછી સાસરીવાળા ટોયોટા ફોર્ચ્યુનર ખરીદવા માટે વધારે પૈસા માંગવા લાગ્યા. જે માંગ પુરી નહીં થવા પર તેમની દીકરીને પીડા આપવા લાગ્યા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
