ભારત-પાકિસ્તાન યુદ્ધની તૈયારી? POK થી મોટા પાયે ઘુષણખોરીની તૈયારી, એલર્ટ પર સેના
પોતાની નાપાક હરકતો માટે જાણીતું પાકિસ્તાન વારંવાર ઠોકર ખાધા પછી પણ હરકતોથી બાઝ નથી આવતુ. હવે ફરીથી પીઓકેમાં આતંકી ગતિવિધિઓના અહેવાલો આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, LOC ની બીજી બાજુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ તેજ બની રહી છે. POK સ્થિત લોન્ચ પેડ પર લગભગ 250 થી 300 આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે.

BSF ના એક અધિકારી અનુસાર, સુરક્ષા દળો સતર્ક છે અને સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં મીડિયા સાથે વાત કરતા BSFના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે કહ્યું કે, ગુપ્ત માહિતી મળી છે કે 250 થી 300 આતંકવાદીઓ લોન્ચ પેડ પર ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, અમે અને સેના તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, બીએસએફ અને સેનાના બહાદુર સૈનિકો સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. અમને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ કરવામાં વિશ્વાસ છે.
બીએસએફના મહાનિરીક્ષક અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેનું બંધન વધ્યું છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસની પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.












Click it and Unblock the Notifications
