રાષ્ટ્રપતિએ બાલ ઠાકરેને ફોન કરી પૂછ્યા ખબર-અંતર

શિવસેનાના મુખપત્ર સામનામાં રવિવારે કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ 86 વર્ષિય બાલ ઠાકરેના સ્વાસ્થ્ય અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી. બાલ ઠાકરે બુધવારે શિવાજી પાર્કમાં યોજાયેલી દશેરાની રેલીમાં જઇ શક્યા ન હત અને તેમને વિડિયો સંદેશના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમાં તેમને કહ્યું હતું કે તેમની તબિયત અસ્વસ્થ છે અને થાકેલા છે.
ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરેએ રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જીને સમર્થન કર્યું હતું અને રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામતાં પ્રવણ મુખર્જી બાલ ઠાકરેને મળ્યાં હતા અને તેમનો આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
