રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેફ્ટનન્ટ ગવર્નર્સને આપી નવી સત્તા, ગૃહ મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈન્ડસ્ટ્રીયલ રિલેશન કોડને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર્સને બે મહત્વની સત્તાઓ આપી છે. જાણો શું ફેરફારો થયા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18 જાન્યુઆરીના રોજલેફ્ટનન્ટ ગવર્નર્સને મહત્વની સત્તાઓ સોંપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા, 2020ના સંદર્ભમાં લેફ્ટનન્ટ ગવર્નરોને નવી બે સત્તાઓ સોંપી છે.

મળી નિયમો બનાવવાની સત્તા
રાષ્ટ્રપતિના આદેશ બાદ ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશન અનુસાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને બે નવી સત્તાઓ સોંપવામાં આવી છે. ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ સંહિતા, 2020 હેઠળ, હવે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) ના વિસ્તારોમાં જ્યાં તેની જરૂર છે, ત્યાં ઉપ રાજ્યપાલ નિયમો ઘડી શકે છે.
President Murmu has delegated two fresh powers to Delhi LG, VK Saxena under the Industrial Relations Code, 2020 and the Occupational Safety, Health and Working Conditions Code, 2020 to formulate the rules only in the areas of NCT of Delhi where it is required.
— ANI (@ANI) January 18, 2023
કયા રાજ્યોના લેફ્ટનન્ટ ગવર્નર્સને સત્તાઓ મળી
રાષ્ટ્રપતિના આદેશ સાથે જોડાયેલી સૂચનાઓ અનુસાર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ચંદીગઢ, પોંડિચેરી અને લક્ષદ્વીપ સહિત અન્ય પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ અને લેફ્ટનન્ટ ગવર્નર્સને પણ રાષ્ટ્રપતિ દ્વારા સમાન સત્તાઓ આપવામાં આવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
