રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું, મેરી ક્રિસમસ

Written By:
Subscribe to Oneindia News

આજે સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણીનો માહોલ છે. દરેક તરફ ઇસુ ખ્રિસ્તના વિચાર અને તેમના જન્મની ખુશીમાં આજે લોકો મગ્ન છે. આ દિવસે સાંતા ક્લોઝ અને તેના તરફથી મળતી ભેટથી નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ઘણો આનંદ મળે છે. આ શુભ અવસરે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ ટ્વીટ કરીને લોકોને નાતાલની શુભકામનાઓ આપી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે પણ દેશના લોકોને ક્રિસમસની શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, હું દેશના લોકો અને ખાસ કરીને ઈસાઇ ભાઈ-બહેનોને શુભકામના આપુ છું. ઇસુ ખ્રિસ્તનો જન્મ ઉત્સવ આપણા બધાની વચ્ચે શાંતિ, ત્યાગ અને કરૂણા નો સંદેશ ફેલાવે છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નાતાલના શુભ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને શુભકામનાઓ આપી હતી. તેમણે લખ્યું હતું કે, મેરી ક્રિસમસ, આપણે ઇસુ ખ્રિસ્તના જીવન અને તેમની શિક્ષાને યાદ કરીએ છીએ અને તેમના જન્મની ઉજવણી કરીએ છીએ. તેમનું જીવન શાંતિ, એક્તા અને કરૂણાની પ્રેરણા આપે છે.

સાંતા ક્લોઝ અને ગિફ્ટ

સાંતા ક્લોઝ અને ગિફ્ટ

ભારત સહિત સમગ્ર દુનિયા ક્રિસમસની રંગેચંગે ઉજવણી કરી રહી છે. પશ્ચિમના દેશોમાં તો એની રોનક જ કંઈ અલગ હોય છે. રાત આખી ચર્ચમાં ચાલેલી પ્રાર્થના બાદ સવારથી જ લોકો ક્રિસમસની ઉજવણી કરવા લાગે છે. આ તહેવારમાં સાંતા ક્લોઝનું એક અનોખું મહત્વ છે અને તેની સાથે જોવા મળતી ઢગલા બંધ ગિફ્ટ. માત્ર ઇસાઇ નહીં પરંતુ તમામ ધર્મના લોકો તેની ધામધુમ પૂર્વક ઉજવણી કરે છે.

ઇસુ ખ્રિસ્ત

ઇસુ ખ્રિસ્ત

આ તહેવાર ઇસાઇ લોકો ઇસુ ખ્રિસ્તના જન્મની ખુશીમાં ઉજવે છે. ક્રિસમસની ઉજવણી સાથે જ આજથી 12 દિવસનો બીજો ઉત્સવ જેને 'ક્રિસમસટાઇડ' કહેવામાં આવે છે તેની પણ ઉજવણી શરૂ થાય છે. બ્રિટન અને અન્ય દેશો 26 ડિસેમ્બરને 'બોક્સિંગ ડે' તરીકે પણ ઉજવે છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે, આર્મીનિયાઇ અપોસ્ટોલિક ચર્ચ 6 જાન્યુઆરીના ક્રિસમસની ઉજવણી કરે છે. પૂર્વ પરંપરાગત ગિરિજા જે જુલિયન કેલેન્ડરને માને છે.

English summary
President Ramnath Kovind, PM Narendra Modi Greet Nation on The Occasion of Christmas.Christmas is celebrated every year on December 25. The festival aims to spread the message of peace and prosperity.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.