ભારે વરસાદમાં પણ રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા રહ્યા રાષ્ટ્રપતિ

Written By:
Subscribe to Oneindia News

રવિવારે,કેરળ પહોંચતા જ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રગાન સાથે સન્માન કરવામાં આવ્યું. નોંધનીય છે કે રવિવારે રામનાથ કોવિંદ અહીં માતા અમૃતાનંદમયી મઠના એક સમારંભમાં હાજર રહેવા આવ્યા હતા. તે જ્યારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર પહોંચ્યા તો રાજકીય નિયમો મુજબ સેના દ્વારા તેમને સલામી આપવામાં આવી. તે સમયે રાષ્ટ્રગાન પણ ચાલી રહ્યું હતું અને ભારે વરસાદ પણ. ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદે રાષ્ટ્રભાવના અને પોતાના પદને શોભે તેવું મોટું ઉદાહરણ પૂરું પાડતા ભર વરસાદમાં પણ ભીંજાતા સલામી આપી. એટલું જ નહીં તેમના માટે છત્રી લાવવામાં આવી તેની પણ તેમને ના પાડી અને રાષ્ટ્રગાન પત્યું ત્યાં સુધી સ્થિર રહી સલામીની મુદ્દામાં હાજર તમામ લોકોનો મનોબળ વધાર્યું. નોંધનીય છે કે રામનાથ કોવિંદનો આ પહેલો કેરળ પ્રવાસ છે.

ram nath kovind

અહીં તે અમૃતાનંદમયી મઠ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવા આપ્યા હતા. જ્યાં તેમણે વિભન્ન ધર્મોને સમાયોજીત કરતી સદીઓ જૂના કેરળના વારસાના વખાણ કર્યા હતા. સાથે જ તેમણે અમૃતાનંદમયી મઠની તરફથી 5000 ગામોમાં પાણી ઉપલબ્ધ કરાવાની કાર્યની પ્રશંસા કરી હતી. ત્યારે વરસતા વરસાદમાં પણ રાષ્ટ્રપતિ દ્વારા જે રીતે રાષ્ટ્રગાનને સન્માન આપવામાં આવ્યું છે તે વાતની હાજર લોકો અને મીડિયાએ તેમની પ્રશંસા કરી હતી.

English summary
president ramnath kovind refuses umbrella takes guard of honour in rain.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.