અરુણ જેટલીની હાલત હજુ પણ ગંભીર, રાષ્ટ્રપતિ એમ્સમાં મળવા જશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીની ખબર જાણવા એમ્સની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીની ખબર જાણવા એમ્સની મુલાકાત લેશે. એમ્સમાં દાખલ અરૂણ જેટલીની હાલત સ્થિર છે અને તેઓ આઈસીયુમાં છે. અરુણ જેટલી 9 ઑગષ્ટથી હોસ્પિટલમાં દાખલ છે. પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ અરૂણ જેટલીના ખબર અંતર લેવા માટે એમ્સ ગયા ગયા.

Arun Jaitley

સૂત્રોના જણાવ્યા અનુસાર અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જેટલીના ફેફસાંમાં પાણી એકઠું થઈ રહ્યું છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર રાખ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર જેટલીના ફેફસાંમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે પરંતુ વારંવાર ફેફસામાં પાણી જમા થઈ રહ્યું છે.

શુક્રવારે એમ્સ દ્વારા સ્ટેન્ટમેન્ટ જારી કરાયું હતું, જેમાં અરુણ જેટલીને હોમોડાયનેમીકલી સ્ટેબલ ગણાવ્યા હતા. આનો અર્થ છે કે દર્દીનું બ્લડ પ્રેશર અને પલ્સ યોગ્ય રીતે કાર્ય કરે છે. જોકે, ત્યારબાદથી એમ્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. લાંબા સમયથી બીમાર અરૂણ જેટલીને ગત શુક્રવારે તેમને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ એમ્સ લાવવામાં આવ્યા હતા. અરુણ જેટલી દોઢ-બે વર્ષથી સતત તેની ખરાબ તબિયત સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સેનાઓ માટે પીએમ મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણા મંત્રી રહેલા 67 વર્ષના અરુણ જેટલીએ 17મી લોકસભા ચૂંટણી પછી તેમની તબિયત ખરાબ હોવાનો હવાલો આપીને એનડીએ -2 માં કેબિનેટમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તે સારવાર માટે દેશની બહાર ગયા હતા, તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ. હાલમાં એમ્સમાં દાખલ અરુણ જેટલીની હાલત નાજુક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X