For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ ઠુકરાવી વીરપ્પાનના સાથિયોની દયા અરજી, ફાંસી નક્કી

|
Google Oneindia Gujarati News

pranab mukherjee
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચંદન ચોર વીરપ્પાના 4 સાથીદારોની દયા અરજી ફગાવી દીધી છે. અફઝલ ગુરુ બાદ વીરપ્પનના સાથીદારોને ફાંસીનો રસ્તો સાફ થઇ ગયો છે. સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે કે બેલગામ જેલના અધિકારીઓને આ અંગેની સૂચના પણ આપી દેવાઇ છે.

2004માં 21 પોલીસ જવાનોની હત્યાના આરોપમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્ઞાનપ્રકાશ, સીમોન, મીસેકર મદૈચ્યા અને વિલાવેન્દ્રનને સુપ્રીમ કોર્ટે 2004માં ફાંસીની સજા સંભળાવી હતી. ઓક્ટોબર 2004માં ખૂંખાર ચંદન તસ્કર વીરપ્પન તમિલનાડુ પોલીના સ્પાશિયલ ટાસ્ક ફોર્સની સાથે થયેલી અથડામણમાં માર્યો ગયો હતો.

1993માં કર્ણાટકના પાલરમાં લેન્ડ માઇન બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 21 પોલીસ જવાનોના મોત થયા હતા. મૈસૂર કોર્ટે બધાને ઉંમર કેદની સજા સંભળાવી હતી. મૈસુર કોર્ટેના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી. આ તમામની દયા અરજી 2004થી પેન્ડીંગ પડી હતી.

ન્યાયાધીશ વાઇ.કે સભરવાલ અને ન્યાયાધીશ બી.એન અગ્રવાલે જનમટીપની સજાને ફાંસીમાં ફેરવી દીધી હતી. આરોપીઓએ કર્ણાટકની સ્પેશિયલ ટાડા કોર્ટેના દોષી
ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેને રદ કરી દેવામાં આવી હતી.

English summary
President Pranab Mukherjee rejects mercy pleas of four Veerappan associates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X