For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ ખાદ્ય સુરક્ષા બિલ પર વટહુકમને આપી મંજૂરી

|
Google Oneindia Gujarati News

pranab mukherjee
નવી દિલ્હી, 6 જુલાઇ : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની બે તૃતિયાંશ જનસંખ્યાને 1થી 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે દર મહિને 5 કિલોગ્રામ ખાદ્યાન્ન આપનાર ખાદ્ય સુરક્ષા બિલ લાગુ કરવા માટે લાવવામાં આવેલ વટહુકમ પર શુક્રવારે મંજૂરીની મહોર મારી દીધી છે.

રાષ્ટ્રપતિ સચિવાલયે ગઇકાલે રાત્રે વટહુકમને મેળવ્યો અને મુખર્જીએ શુક્રવારે જ તેની પર હસ્તાક્ષર કરી દીધા. ત્યારબાદ એ પ્રકારની અટકળો સમાપ્ત થઇ ગઇ કે ભાજપા, વામદળો અને કેટલાંક અન્ય દળોના વિરોધ બાદ સંભવત: રાષ્ટ્રપતિ અધ્યાદેશને મંજૂર કરવામાં ઉતાવળ નહી કરે.

ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ દુનિયાની એ પ્રકારની સૌથી મોટી યોજનાનો ભાગ બની રહેશે જેમાં સરકાર દરેક વર્ષે દેશની 67 ટકા વસ્તીને લગભગ 6.2 કરોડ ટન ચોખા, ઘઉં, અથવા મોટું અનાજની આપૂર્તિ પર લગભગ 1,25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

ગયા મહીને મંત્રીમંડળની બેઠકમાં આ વિષય પર જુદા-જુદા મત આવવાના પગલે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ બુધવારે ખાદ્ય સુરક્ષા બિલ વિધેયકને લાગુ કરવાના કારણે મંજૂરી આપી દેવાઇ.

અધ્યાદેશ સંસદના મોનસૂન સત્રથી થોડાક જ સપ્તાહ પહેલા લાવવામાં આવેલ રાજનૈતિક દળોની માંગ છે કે ખાદ્ય સુરક્ષા વિધેયકને બંને ગૃહોમાં ચર્ચા કરવા માટે પસાર કરવાનું હતું. વામદળોએ વટહુકમનો રસ્તો અપનાવવા પર સરકારને આડા હાથે લેતા જણાવ્યું કે યુપીએ-2એ સંસદનું અપમાન કર્યું છે. ભાજપાએ આને રાજનૈતિક ચાલ ગણાવી છે.

English summary
President Pranab Mukherjee today signed the food security Ordinance giving the right to over 82 crore people to get 5 kg of grains per month at Rs 1-3 per kg, notwithstanding strong criticism from opposition parties over the step.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X