For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે સાંજે 4:30 કલાકે વડાપ્રધાન મોદી લોન્ચ કરશે e-RUPI

વડાપ્રધાન નરેન્દ્ર 2 ઓગસ્ટના રોજ ઈ-રૂપી (e-RUPI) ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરશે. આજે(સોમવાર) સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન e-RUPI લોન્ચ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર 2 ઓગસ્ટના રોજ ઈ-રૂપી (e-RUPI) ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરશે. આજે(સોમવાર) સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન e-RUPI લોન્ચ કરશે. e-RUPI ડિજિટલ પેમેન્ટનું કેશલેસ અને કોન્ટેક્ટલેસ મોડ છે. રવિવારના રોજ વડાપ્રધાન મોદીએ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPIના ફાયદાઓ વિશે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, ડિજિટલ ટેકનોલોજી આપણા જીવનને મોટા પાયે બદલી રહી છે અને 'ઈઝ ઓફ લિવિંગ' આગળ વધી રહી છે. e-RUPI એક ભાવિ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે, જે અનેક લાભો આપે છે.

Prime Minister Modi

e-RUPI ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રિંગ આધારિત ઇ-વાઉચર છે, જે યુઝરના મોબાઇલ પર પહોંચાડવામાં આવશે. આ ચૂકવણી પ્રણાલીના યુઝર્સ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેંકિંગને એક્સેસ કર્યા વગર વાઉચરની રકમ પ્રાપ્ત કરી શકશે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, e-RUPI કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે લાભાર્થીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ સાથે સર્વિસિસને જોડે છે. આ સાથે જ સુનિશ્ચિત કરે છે કે, વ્યવહાર પૂરો થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચૂકવણી કરવામાં આવે. પ્રી-પેઇડ હોવાથી, કોઈપણ મધ્યસ્થીના હસ્તક્ષેપ વગર જ સર્વિસ પ્રોવાઇડરને સમયસર ચૂકવણી કરવી શક્ય છે. આ અંગે PMOએ જણાવ્યું છે કે, જાહેરહિતની સેવાઓની લીક-પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ એક ક્રાંતિકારી પહેલ છે.

e-RUPIનો ઉપયોગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસિડી, માતા અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને પોષણ સહાય પૂરી પાડવા માટેની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે પણ થઈ શકે છે. ખાનગી ક્ષેત્ર પણ તેમના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સ મેળવી શકે છે.

English summary
Prime Minister Narendra Modi will launch e-RUPI digital payment solution on August 2. The Prime Minister will launch e-RUPI today (Monday) at 4.30 pm via video conference. e-RUPI is a cashless and contactless mode of digital payment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X