For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ઈમરાન ખાનને ફોન કરી જીત બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના ચેરમેન ઈમરાન ખાન સાથે સોમવારે વાત કરી. પાકિસ્તાનમા થયેલી સામાન્ય ચૂંટણી બાદ પીએમ મોદીએ ઈમરાન ખાનને ફોન કરીને તેમને જીતના અભિનંદન આપ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના ચેરમેન ઈમરાન ખાન સાથે સોમવારે વાત કરી. પાકિસ્તાનમા થયેલી સામાન્ય ચૂંટણી બાદ પીએમ મોદીએ ઈમરાન ખાનને ફોન કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા છે. મોદીએ ઈમરાનને કહ્યુ, 'હું આશા રાખુ છુ કે પાકિસ્તાનમાં લોકતંત્રની જડો વધુ મજબૂત બનશે.' વળી પીએમ મોદીએ પડોશી મુલ્કો સાથે વિકાસ અને શાંતિના પોતાના વિઝનનો પણ ઈમરાન ખાન સાથે વાતચીતમાં ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હાલમાં થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે.

pm modi imran

ઈમરાન ખાને 11 ઓગસ્ટે પાકિસ્તાનના વઝીર-એ-આઝમ પદની શપથ લેવાનું એલાન કર્યુ છે. જો કે, તેમના પક્ષને પૂર્ણ બહુમત મળ્યો નથી પરંતુ તે અપક્ષ સાંસદો અને નાના પક્ષોને સાથે મિલાવીને ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. ચૂંટણીમાં જીત બાદ પોતાના પહેલા ભાષણમાં ઈમરાન ખાને કહ્યુ હતુ કે તેમને અફસોસ થયો કે ભારતના મીડિયામાં તેમને બોલિવુડના વિલન તરીકે બતાવવામાં આવ્યા. ઈમરાન ખાને કહ્યુ હતુ કે સૌથી મોટો મુદ્દો કાશ્મીર છે અને ત્યાં માનવાધિકારોનું હનન થઈ રહ્યુ છે.

વળી સમસ્યાઓના સમાધાનની આશા જાહેર કરતા એમ પણ કહ્યુ કે જો ભારત તૈયાર થાય તો અમે પણ વાતચીત માટે તૈયાર છે. ભારત 1 પગલુ ઉઠાવશે તો 2 ડગલા ચાલવા તૈયાર છે. ઈમરાનના જણાવ્યા મુજબ હજુ સુધી માત્ર બ્લેમગેમ ચાલી રહી છે પરંતુ વાતચીતથી સમસ્યાનું સમાધાન થશે.

English summary
Prime Minister Narendra Modi called Imran Khan to congratulate him on the Pakistan Tehreek-e-Insaf emerging as the single largest party in Pakistan's recently conducted general election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X