ખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટ
ખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટ
નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન FANI ભીષણ તોફાનમાં તબ્દીલ થઈ શકે છે, માટે પોંડીચેરીની સાથોસાથ તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશ રેડ અલર્ટ પર છે, આ સ્થિતિ 3 મે સુધી બની રહી શકે છે, આ તોફાનને કારણે જ આજે કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે, માછીમારોને પણ સમુદ્રમાં જાવાથી રોકવામાં આવ્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને ચક્રવાતી તોફાન ફાની માટે તૈયારીઓની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે જે દક્ષિણપૂર્વ બંગાળની ખડીમાં મજબૂત સ્થિતિ ધારણ કરી રહ્યા છે.

તાકાતવર થઈ રહ્યું છે ફાની
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ફાની તોફાનને કારણે બની રહેલ સ્થિતિના સંબંધમાં અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમને ઐતિહાસિક પગલાં ઉઠાવવા અને દરેક સંભવ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. સાથે જ તેમને પ્રભાવિત રાજ્યોની સરકારો સાથે નજીકથી કામ કરવા માટે અપીલ કરી છે, સૌકોઈની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું.
|
ફાની મચાવી શકે છે તબાહી
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે સવારે FANI ચેન્નઈથી 880 કિમી દક્ષિણપૂર્વમાં હતું અને 30 એપ્રિલે ખતરો વધવાની આશંકા છે, ચક્રવાતી તોફાન ઉત્તર પશ્ચિમ તરફ વધતું રહેશે અને આ 1 મેથી પોતાનો રસ્તો બદલીને ઉત્તર-પૂર્વ તરફ વધશે. જણાવી દઈએ કે પીએમઓ તરફથી પણ સ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે જ્યારે પીએમ મોદીએ મંત્રિમંડળ સચિવાલયને સ્થિતિની તપાસ કરાવવા માટે રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રિઓ અને સંબંધિત એજન્સીઓ સાથે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સમિતિની બેઠક બોલાવવાના નિર્દેશ આપ્યા છે.

એનડીઆરએફ હાઈ અલર્ટ પર
એનડીઆરએફ અને ભારતીય તટરક્ષક બળને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે, ઓરિસ્સા રાજ્ય આપદા પ્રાધિકરણે કહ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર અને તેના પાડોસી ક્ષેત્રોમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે આજે આંધી ચાલી શકે છે માટે બધા જ મોટા બંદરો જેમ કે મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અે કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ 2 જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

FANI નામ બાંગ્લાદેશે આપ્યું
આંધ્રના કૃષ્ણા જિલ્લાના પ્રશાસને પણ અધિકારીઓને સતર્ક રહેવા માટે કહ્યું છે. વાણિજ્ય વિભાગ ચક્રવાતના મૂવમેન્ટ પર નજર રાખી રહ્યું છે છે અને આ તોફાનથી નિપટવાની દરેક સંભવ આયોજન કરવામાં આવી રહ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું કે FANI આગલા 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ તોફાનનું નામ બાંગ્લાદેશના કહેવા પર FANI રાખવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
