લાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશે
લાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશે
બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. એનડીએના ચૂંટણી પ્રચારને ધાર આપવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે બિહારમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ મુખ્યાલયથી પ્રાપ્ત જાણકારી મુજબ પીએમ મોદી રવિવારે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહામાં અલગ અલગ રેલીઓને સંબોધિત કરશે. પાછલા કેટલાક અઠવાડિયામાં પીએમ મોદીનો રાજ્યમાં આ ત્રીજો ચૂંટણી પ્રવાસ છે. બિહારમાં બીજા તબક્કાનું મતદાન ત્રણ નવેમ્બરે થનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સનિવારે પોતાના ટ્વીટમાં લખ્યું, 'રવિવારે બિહારના લોકોની વચ્ચે રહીશ. લોકતંત્રના મહાપર્વમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બગહાની જનસભાઓમાં જનતા-જનાર્દનના આશિર્વાદ મેળવીશ.'
વડાપ્રધાન રવિવારે પોતાની રેલી સંબોધનની શરૂઆત રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદના રાજનૈતિક ગઢ છપરાથી કરશે. જેમાં કહેવામાં આવ્યુ્ં કે છપરા બાદ તેઓ સમસ્તીપુર જશે અને ત્યાંના હાઉસિંગ બોર્ડ મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે.
જાણકારી મુજબ તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોતિહારીના ગાંધી મેદાનમાં અને પચી બગહાના બાબા ભૂતનાથ કોલેજ મેદાનમાં એક રેલીને સંબોધિત કરવાની સાથે જ રવિવારે તેઓ રાજ્યમાં પોતાનો પ્રચાર અભિયાનનું સમાપન કરશે.
બિહારમાં ભાજપની સહયોગી જદયૂના સૂત્રો મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર સમસ્તીપુર અને બગહાની બેઠકમાં મોદી સાથે સ્ટેજ શેર કરશે. બિહાર વિધાનસભાના બીજા તબક્કા માટે રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થશે અને ત્રણ નવેમ્બરે મતદાન થશે.












Click it and Unblock the Notifications
