For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના પીએમ શિંઝો આબેના હોલીડે હોમ જનારા પહેલા વિદેશી નેતા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે જાપાનના પ્રવાસ પર જવાના છે. પીએમ મોદી, જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેના સ્પેશિયલ આમંત્રણ પર જાપાનની યાત્રા પર જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરે જાપાનના પ્રવાસ પર જવાના છે. પીએમ મોદી, જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેના સ્પેશિયલ આમંત્રણ પર જાપાનની યાત્રા પર જઈ રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસને વધુ વિશેષ બનાવશે આબેના હોલીડે હોમ પરનું ડિનર. આબેએ પોતાના યામાનશી સ્થિત હોલીડે હોમ પર મોદી માટે ડિનરનું આયોજન કર્યુ છે. કહેવાય છે કે પીએમ મોદી પહેલા વિદેશી નેતા છે જે પીએમ આબેના હોલીડે હોમ પર ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલે તરફથી પીએમ મોદીના જાપાન પ્રવાસ પર મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારતઆ પણ વાંચોઃ ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારત

બે દિવસીય પ્રવાસ છે પીએમ મોદીનો

બે દિવસીય પ્રવાસ છે પીએમ મોદીનો

પીએમ મોદી રવિવારે જાપાનના બે દિવસીય પ્રવાસ પર હશે. 28 અને 29 ઓક્ટોબરના રોજ મોદી, આબે સાથે ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં ભારતીય-પ્રશાંત ક્ષેત્રમાં એકબીજાના સહયોગને વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ત્રીજા દેશમાં જોઈન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે સંરક્ષણ સંબંધોને આગળ વધારવા પર પણ જોર આપવામાં આવશે. આ દરમિયાન બંને દેશોની નેવી વચ્ચે લોજિસ્ટિક સપોર્ટ પેક્ટને લોન્ચ કરવા પર પણ વાતચીત કરવામાં આવશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યુ કે બંને પક્ષો વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, બિગ ડેટા ઉપરાંત યુએવી અને રોબોટિક્સના ડેવલપમેન્ટ પર પણ ચર્ચાની આશા છે. મોદીના જાપાન પ્રવાસ બાદ આબે પહેલી વાર ચીનના પ્રવાસ પર પણ જશે. ગોખલેની માનીએ તો તેમને એ વાત કહેવામાં કોઈ સંકોચ નથી કે આબેના ચીનના પ્રવાસથી ભારત-જાપાન સંબંધો પર કોઈ અસર પડશે. ગોખલેની માનીએ તો ભારત, જાપાન અને ચીન વચ્ચે સારા સંબંધોનું હિતૈષી છે.

ટ્રેનથી યામાનશી વાયા ટોકિયો

ટ્રેનથી યામાનશી વાયા ટોકિયો

ગોખલેએ પીએમ મોદીને જાપાન પ્રવાસ વિશે જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે આબે પીએમ મોદીને યામાનશી સ્થિત પોતાના વ્યક્તિગત નિવાસ પર લઈ જશે. અહીં આબેએ મોદી માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યુ છે. બંને નેતા ટોકિયોથી યામાનશી સુધી ટ્રેનમાં જશે. ટોકિયોથી યામાનશી સુધીનું અંતર 110 કિલોમીટર છે અને માઉન્ટ ફિજી સહિત તે ઘણા પહાડોથી ઘેરાયેલુ છે. માઉન્ટ ફિજી જાપાનનો સૌથી ઉંચો પર્વત છે જેની ઉંચાઈ 3,776 મીટર છે. ગોખલેએ જણાવ્યુ કે, ‘પીએમ મોદી માટે પીએમ આબેનો આ વ્યવહાર ખૂબ જ વિશેષ છે કારણકે પીએમ મોદી પહેલા એવા વિદેશી નેતા છે જે આબેના હોલીડે હોમનો પ્રવાસ કરશે.' રવિવારે બપોરે આબે માઉન્ટ ફિજીના વ્યુ વચ્ચે પીએમ મોદી માટે હોટલમાં એક અનૌપચારિક ડિનરનું આયોજન કરશે. અહીં બંને નેતાઓ ઘણા મહત્વના મુદ્દાઓ પણ પણ ચર્ચા કરશે. અહીંથી આબે અને મોદી જાપાનની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીની પણ મુલાકાત લેશે. ગોખલેની માનીએ તો આબેએ મોદીના પ્રોગ્રામને તૈયાર કરવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો છે.

જાપાનના મહારાજા સાથે નથી કોઈ મીટિંગ

જાપાનના મહારાજા સાથે નથી કોઈ મીટિંગ

સોમવારે મોદી અને આબે દ્વિપક્ષીય બાબતો સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત બંને નેતાઓ એકબીજાના હિતો સાથે જોડાયેલા ક્ષેત્રીય ને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત કરશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એકબીજાના સહયોગને વધુ મજબૂત કરવાનું પણ શામેલ છે. આબે અને મોદી સંરક્ષણ અને સુરક્ષા સંબંધો ઉપરાંત એશિયા અને આફ્રિકામાં ત્રિપક્ષીય નેટવર્ક દ્વારા અમુક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લોન્ચ કરવા પર પણ વાતચીત કરશે. સોમવારે જ પીએમ મોદી ટોકિયોમાં હાજર ભારતીય સમાજને પણ સંબોધિત કરશે. આ સાથે જાપાનના ઘણા નેતાઓ જેમાં જાપાની વિદેશ મંત્રી ટારો કોનો પણ શામેલ છે તેમની સાથે મુલાકાત કરશે. પીએમ મોદી જાપાનના ઘણા બિઝનેસમેન લીડર્સ સાથે પણ મુલાકાત કરશે અને સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા એક પ્રોગ્રામની લોન્ચિંગમાં પણ ભાગ લેશે. જાપાનના મહારાજા અકિતો, મોદીના પ્રવાસ સમયે ટોકિયોમાં નહિ હોય અને એટલા માટે બંનેની કોઈ મુલાકાત નહિ થઈ શકે.

આ પણ વાંચોઃ યૌન શોષણના આરોપ બાદ ગૂગલે 13 સીનિયર સ્ટાફ સહિત 48ની કરી હકાલપટ્ટીઆ પણ વાંચોઃ યૌન શોષણના આરોપ બાદ ગૂગલે 13 સીનિયર સ્ટાફ સહિત 48ની કરી હકાલપટ્ટી

English summary
Prime Minister Narendra Modi will be the first foreign leader visiting Japanese PM Shinzo Abe's holiday home at Yamanashi in Japan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X