PM મોદીએ દેશવાસીઓને આપી ગણતંત્ર દિવસની શુભકામનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ પર દેશવાસીઓને આપી શુભેચ્છાઓ. સાથે જ જાણો આ વખતની પરેડમાં શું છે ખાસ.

આજે સમગ્ર ભારત દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ 26 જાન્યુઆરીની સવારે ટ્વિટ કરીને દેશવાસીએને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ગણતંત્ર દિવસ ભારતીયો માટે સંવિધાનના જન્મનો ઉત્સવ છે. આ વખતે પણ દર વર્ષની જેમ દિલ્હીમાં 69માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે માટે પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીમાં 2018ના ગણતંત્ર દિવસની પરેડ આ વખતે 90 મિનિટ માટે ચાલશે. જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી રજૂ કરવામાં આવશે.

modi

વધુમાં દેશના ઇતિહાસમાં પહેલીવાર બનશે કે એશિયાના દસ દેશોના રાષ્ટ્ર પ્રમુખ આ પ્રસંગે આપણે આંગણે હશે. આ પરેડમાં તેમનો ઝંડો અને સાંસ્કૃતિ ઝાંખી બતાવવામાં આવશે. સાથે જ ભારતીય સૈન્યની તાકાત પણ બતાવવામાં આવશે અને ટી-90 ટેન્ક પણ દેખાડવામાં આવશે. સાથે જ દેશમાં બનેલી દૂર સુધી મારી શકાતી ડીઆરડીઓ નિર્ભય મિસાઇલ પણ આ પરેડમાં જોવા મળશે. નૌસેનાના વિક્રાંત વિમાનો અને વાયુસેનાની ઝાંખીમાં સ્વદેશી વિમાનોની દમ જોવા મળશે. નોંધનીય છે કે આ વખતની પરેડમાં પહેલી વાર દિલ્હીની ઝાંખી નહીં દેખાય. ત્યારે વનઇન્ડિયા ગુજરાતી પણ આ પ્રસંગે દેશના તમામ નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X