એવુ શું કર્યુ ઇઝરાયેલે કે પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ...

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશના મંડીમાં હતા. અહીં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા આવેલા પીએમ મોદીએ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. આ ઉલ્લેખ સાથે જ તેમણે ઇઝરાયેલનું પણ નામ લીધુ. પીએમ મોદીએ કહ્યુ કે આજે દરેક જણ સર્જીકલ સ્ટ્રાઇક વિશે વાત કરી રહ્યુ છે.

modi himachal

પ્રખ્યાત છે ઇઝરાયેલની આર્મી

પીએમ મોદીએ એક રેલી દરમિયાન કહ્યુ કે જે કામ ઇંડિયન આર્મીએ કર્યુ છે તેના માટે હજુ સુધી માત્ર ઇઝરાયેલની આર્મીને જ ઓળખવામાં આવે છે. પરંતુ હવે દુનિયા જાણે છે કે ઇંડિયન આર્મી પણ આ કરી શકે છે,
પીએમ મોદીએ એ વાત કરી જે ઘણા અંશે સાચી છે. ઇઝરાયેલે આતંકવાદની વિરુદ્ધમાં એ કર્યુ છે જે કોઇએ હજુ સુધી કોઇએ વિચાર્યુ પણ નહિ હોય.

modi himachal 2

ઇઝરાયેલે પણ સહ્યો છે આતંકવાદ

દુનિયાનો કદાચ જ કોઇ એવોદેશ હશે જેણે આતંકવાદની વિરુદ્ધમાં લડાઇનો આવો અનુભવ કર્યો હોય જેવો ઇઝરાયેલે કર્યો છે. ઇઝરાયેલ 50 ના દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યુ છે અને આજે આતંકવાદ સામેની લડાઇમાં તેણે ભારત જ નહિ અમેરિકા માટે પણ ઉદાહરણ રુપ કામ કર્યુ છે.

કોઇની પરવાહ કરી નથી ઇઝરાયેલે ઇઝરાયેલે ઘણા ખતરનાક આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. કાર બૉમ્બિંગ, આત્મઘાતી હુમલા, હાઇજેકિંગ અને કેટલાય આતંકવાદી સંગઠનો તરફથી આવા ઘણા આતંકવાદી હુમલા સહન કર્યા છે.
ઘણા સંગઠનોએ ફિલીસ્તીન સામે ઇઝરાયેલની નીતિઓનો વિરોધ કર્યો પરંતુ ઇઝરાયેલે ક્યારેય કોઇની પરવાહ કરી નથી. ફિલીસ્તીનના આતંકવાદી સંગઠન હમાસે પાકિસ્તાનમાં હાજર લશ્કર-એ-તોયબાના ઇશારે જ ઇઝરાયેલની જગ્યાએ અહીં ઇસ્લામિક ફિલીસ્તીન દેશની સ્થાપનાના ઇરાદે આતંકવાદ વધારવાનુ ચાલુ કર્યુ.

modi himachal 3

આતંકવાદી સંગઠનોમાં જોડાયા જાસૂસ

આતંકવાદી હુમલાના જવાબ આપવા માટે ઇઝરાયેલ સરકારે ઇંટેલીજંસ ભેગુ કરવાનુ શરુ કર્યુ અને સુરક્ષાતંત્રને સ્થાપિત કર્યુ. 13 ડિસેમ્બર 1949 ના દિવસે ઇઝરાયેલે ઇંટેલીજંસ એજંસી મોસાદની સ્થાપના કરી હતી. મોસાદે શંકાસ્પદ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલી ઘણી ફાઇલો તૈયાર કરી.

modi himachal 4

આતંકવાદી સંગઠનની દરેક જાણકારી

તેણે પોતાના એજંટ્સને આતંકવાદી સંગઠનોમાં જોડી દીધા જેથી સંગઠનોને લગતી માહિતી મેળવી શકે. મોસાદે આતંકવાદી સંગઠનોના નેતાઓની હત્યાઓ અને આતંકવાદી સંગઠનો પર હુમલા જેવી રણનીતિઓને પણ અપનાવી. તેની ટીકાઓ છતા ઇઝરાયેલની સરકારે પીછેહટ કરી નહિ.

English summary
Prime Minister talked about Israel while making a reference of Surgical Strikes.
Please Wait while comments are loading...