For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહાડની બેરક નં-3: અહીં જજ નહી ભૂત કરે છે કેદીઓનો ન્યાય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: દિલ્હીના કડકડડૂમા કોર્ટ ભૂતોના પડછાયાથી પરેશાન છે. કોર્ટ કેમ્પસમાં ભૂતોનો પડછાયાના સમાચારથી અહીં જજો અને વકિલોમાં આતંક ભરાઇ ગયો છે. ભયના ઓથાર હેઠળ અહીં કામ થઇ રહ્યું છે. પરંતુ દિલ્હીની એક જગ્યા એવી પણ છે જ્યાં કેદીઓનો ન્યાય જજ કરતા નથી, જ્યાં સજા કોર્ટમાં સંભળાવવામાં આવતી નથી, જ્યાં કેદીઓને સજા ઑન ધ સ્પૉટ આપવામાં આવે છે. જી હાં દિલ્હીની તિહાડ જેલમાં પણ કથિત રીતે ભૂતોએ ડેરો જમાવ્યો છે.

<strong>Pics: દિલ્હીના ડરમણા સ્થળ જેને જોવાથી ડરે છે લોકો</strong>Pics: દિલ્હીના ડરમણા સ્થળ જેને જોવાથી ડરે છે લોકો

આવું અમે નહી પરંતુ ત્યાંના કેદીઓ કહી રહ્યાં છે. કેદીઓનું કહેવું છે કે તિહાડ જેલના બેરક નંબર-3માં કેટલીક એવી ઘટનાઓ થાય છે જેને જોઇએ લાગે છે કે જેલમાં ભૂતોનો ડેરો છે. જો કે તિહાડ જેલના બેરક નંબર ત્રણમાં જ ફાંસીનો તખ્તો છે, જેના પર ઘણા કેદીઓને લટકાવવામાં આવી ચૂક્યાં છે. કેદીઓનું કહેવું છે કે અહીં કોઇ ને કેદીની આત્મા ભટકતી રહે છે. જો કે ભૂતોની ફરિયાદ કરનાર મોટાભાગના દબંગ કેદી છે, જેના પર જેલમાં અન્ય કેદીઓને પરેશાન કરવાનો આરોપ લાગતો રહ્યો છે.

જેલમાં ભૂતનો પડછાયો

જેલમાં ભૂતનો પડછાયો

તિહાડ જેલમાં કેદીઓને ક્યારેક બૂમો સંભળાઇ છે તો ક્યારેક અન્ય પ્રકારે ડરાવવામાં આવે છે. થોડા દિવસો પહેલાં તો ભૂતે એક કેદીને પછાડી-પછાડીને માર્યો હતો.

તિહાડમાં ભૂલોનો વાસ

તિહાડમાં ભૂલોનો વાસ

તિહાડના કેટલાક ઓફિસરોનું માનવું છે કે તિહાડમાં ભૂતોનો વાસ છે. તેમનું માનવું છે કે અહીં કેટલાક એવા કેદીઓ પણ આવ્યા જે અપરાધી ન હતા અને સંજોગોવસાત તેમને જેલમાં આવવું પડ્યું. અહીં તેમને દબંગ કેદીઓએ અલગ-અલગ પ્રકારે પરેશાન કર્યા ને અંતે તેમાંથી કેટલાકે જેલની અંદર આત્મહત્યા કરી લીધી.

કેદીઓને મારે છે

કેદીઓને મારે છે

જેલના એક ઓફિસરે જણાવ્યું હતું કે તિહાડ કેમ્પસમાં 10 જેલ છે. તેમાંથી જેલ નંબર-3માં જ ફાંસીનો તખ્તો છે. આ જેલમાં જ મોટાભાગના ખતરનાક આતંકવાદીઓને કેદ કરવામાં આવે છે.

કેદી ભૂત બનીને કરે છે પરેશાન

કેદી ભૂત બનીને કરે છે પરેશાન

જેલ અધિકારીના જણાવ્યા અનુસાર જે-જે કેદીઓને અહીં ફાંસીએ લટકાવવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક ભૂત બનીને પરેશાન કરે છે. ભૂતોની જેટલી પણ ફરિયાદ જેલ અધિકારીઓને મળી છે, તેમાંથી સૌથી વધુ જેલ નંબર-3માંથી આવી છે.

ભૂતોથી કેવી રીતે મળે છુટકારો?

ભૂતોથી કેવી રીતે મળે છુટકારો?

કથિત રીતે જેલમાં ભટકનાર આત્માઓ અથવા ભૂતોને શાંત કરવા માટે અહીં પૂજા-પાઠ પણ થતા રહે છે. તેમછતાં ઘણા કેદીઓએ ફરિયાદ કરી છે તેમણે ભૂતને જોયું છે.

હોતા નથી ભૂત

હોતા નથી ભૂત

તિહાડના ઓફિસરોએ ભૂતવાળી સ્ટોરીને અફવા ગણાવી છે. તિહાડના 2 પૂર્વ ડીઆઇજીએ કહ્યું કે તેમના કાર્યકાળમાં કોઇપણ કેદીએ ભૂત જોવાની અથવા પરેશાન કરવાની ફરિયાદ કરી નથી.

English summary
Prisoners in Tihar Jail are afaird with new fear. According to the Sources domieering prisoners in jail no-3 are punished by Ghosts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X