For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ક્રાયસીસ : ચવ્હાણે સ્વીકાર્યું અજીત પવારનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 સપ્ટેમ્બર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે શનિવારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું રાજીનામું સ્વીકારી લીધું હતું. જેના કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ ગરમાવાનો અંત આવ્યો છે.

પૃથ્વીરાજે આજે સવારે રાજ્યપાલ કે. શંકરનારાયનનને મળીને અજીત પવારનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યપાલે પણ અજીત પવારનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

અજીત પવાર નાણાં તથા યોજના અને ઊર્જા વિભાગનો વધારાનો હવાલો સંભાળતા હતા. અજીત પવારનું રાજીનામું સ્વીકાર્યા બાદ મુખ્યમંત્રીએ નાણાં અને યોજના વિભાગનો કાર્યભાર ગ્રામીણ વિકાસમંત્રી જયંત પાટીલને સોપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઊર્જા વિભાગનો હવાલો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી રાજેશ તોપેને સોપવામાં આવ્યો છે.

જોકે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે જ જણાવી દીધું હતું કે તેઓ અજીત પવાર સાથે સંમત છે, અને તેઓ તેમના રાજીનામાનાનો સ્વીકાર કરે છે.

English summary
Maharashtra Chief Minister Prithviraj Chavan on Saturday accepted the resignation of Deputy Chief Minister Ajit Pawar, bringing the curtains down on the political crisis in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X