પ્રિયંકાએ અખિલેશ યાદવને કહ્યા 'જ્યોતિષી', જાણો કેમ કહી વાત?
લખનઉ : આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે, તેવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન પર પ્રિયંકા ગાંધી વાડ્રાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રિયંકાએ જણાવ્યું કે, અખિલેશ યાદવ કદાચ જ્યોતિષી હશે કે તેમને લાગે છે કે, કોંગ્રેસને 0 બેઠકો મળશે, અમે જોઈશું કે, શું થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની વધતી સક્રિયતા પર અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જનતા તેમને વોટ નહીં આપે. તેમને આગામી ચૂંટણીમાં શૂન્ય બેઠકો મળશે.
વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો રાજ્યની પ્રગતિનો દસ્તાવેજ હશે
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ ચાલુ રાખ્યું છે. રાજ્યભરમાં સભાઓને સંબોધન કરતા સમયે પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારના રોજ ઉત્તર પ્રદેશની આયોજન અને વ્યૂહરચના સમિતિ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કાર્યકરો સાથે આગામી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. આ અગાઉ સોમવારના રોજ તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો રાજ્યની પ્રગતિનો દસ્તાવેજ હશે.
ઢંઢેરામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ, વંચિત વર્ગ અને તમામ વર્ગના લોકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારના રોજ રાજ્યના મુખ્યમથક ખાતે મેનિફેસ્ટો કમિટી, કોઓર્ડિનેશન કમિટી, ઈલેક્શન અને કેમ્પેઈન કમિટી સહિત અનેક ચૂંટણી-સંબંધિત સમિતિઓની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પૂર્વ સાંસદ નિર્મલ ખત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રદીપ જૈન આદિત્ય, પૂર્વ સાંસદ પીએલ પુનિયા સહિત ઘણા મોટા નેતાઓ હાજર હતા.