નમસ્તે ટ્રમ્પ માટે 100 કરોડ છે તો મજૂરો માટે કેમ નહિઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્ર સરકારને નિશાને લીધી છે.

બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના રાજ્યોમાં મોકલવા માટે શરૂ કરવામાં આવેલી શ્રમિક ટ્રેનોમાં ભાડુ વસૂલવા બાબતે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષની ઘણી પાર્ટીઓ આ બાબતે સરકારને સીધે સીધી ઘેરીને આરોપ લગાવ્યો કે તેમને ગરીબોની પરવા નથી. વળી, રેલવેનુ કહેવુ છે કે તે રાજ્ય સરકારો પાસેથી માત્ર માનક ભાડુ વસૂલી રહ્યુ છે, જે આ યાત્રાની કુલ પડતરના માત્ર 15 ટકા છે. હવે આ બાબતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્ર સરકારને નિશાને લીધી છે.

'કટોકટીની આ ઘડીમાં નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ નહિ'

'કટોકટીની આ ઘડીમાં નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ નહિ'

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, મજૂર રાષ્ટ્ર નિર્માતા છે. પરંતુ આજે તે ઠોકરો ખાઈ રહ્યા છે, આ આખા દેશ માટે આત્મ પીડાનુ કારણ છે. જ્યારે આપણા વિદેશમાં ફસાયેલા ભારતીયોને હવાઈ જહાજથી નિશુલ્ક પાછા લઈને આવી શકે છે, જ્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારી ખજાનાથી 1000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે... જ્યારે રેલ મંત્રી પીએમ કેર ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મજૂરોને ઈમરજન્સીની આ સ્થિતિમાં નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ નથી આપી શકતા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ઘર પાછા આવતા મજૂરોની રેલયાત્રાનો પૂરો ખર્ચ તે ઉઠાવશે.'

શું છે ભાડાનો વિવાદ

તમને જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે બીજા રાજ્યોમાં મોટી સંખ્યામાં ફસાયેલા પ્રવાસી લોકોને તેમના ગૃહ રાજ્યોમાં પહોંચાડવા માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય રેલવેએ રાજ્ય સરકારો માટે દિશાનિર્દેશ જારી કર્યા અને કહ્યુ કે આ ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓ પાસેથી ટિકિટ ભાડુ લેવુ જોઈએ. આ સાથે જ રેલવેએ એ પણ કહ્યુ કે આ ગાડીઓ માત્ર ત્યારે જ ચાલશે જ્યારે તેમાં 90 ટકા સીટો ફૂલ હશે.

રેલવેએ આપી સફાઈ

રેલવેએ આપી સફાઈ

રેલવેએ આના પર સફાઈ આપતા કહ્યુ કે રેલવે રાજ્ય સરકારો પાસેથી આ વર્ગ માટે માત્ર માનક ભાડુ વસૂલી રહ્યુ છે જે રેલવે દ્વારા લેવાતી કુલ પડતરના માત્ર 15% છે. રેલવે પ્રવાસીઓને કોઈ ટિકિટ નથી વેચી રહ્યુ. માત્ર રાજ્યો દ્વારા આપવામાં આવેલી યાદીના આધારે મુસાફરોને યાત્રા કરાવી રહ્યુ છે. ભારતીય રેલવે સામાજિક અંતર જાળવી રાખવા માટે પ્રત્યેક કોચમાં બર્થ ખાલી કરાવીને શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવી રહ્યુ છે. ટ્રેને નિર્ધારિત સ્થળેથી ખાલી પાછી આવી રહી છે. રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓને મફત ભોજન અને બોટલબંધ પાણી આપવામાં આવી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X