PM મોદીને પ્રિયંકા ગાંધીએ પૂછ્યુ, ભૂતકાળમાં કેમ ફસાયા છો, 70 વર્ષની વાત કરો છો, એ જણાવો કે 7 વર્ષમાં શું કર્યુ
સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કોંગ્રેસ અને પંડિત જવાહરલાલ નહેરુના નિવેદનોનો ઉલ્લેખ કર્યો તેના પર પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે.
નવી દિલ્લીઃ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે કોંગ્રેસ અને પંડિત જવાહરલાલ નહેરુના નિવેદનોનો ઉલ્લેખ કર્યો તેના પર પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું આશ્ચર્યચકિત છું કે પીએમ મોદી હજુ પણ જૂની વાતોમાં ફસાયેલા છે. નરેન્દ્ર મોદી હવે સાત વર્ષથી દેશના પ્રધાનમંત્રી છે પરંતુ હજુ પણ તે ભૂતકાળમાં ફસાયેલા છે. છેલ્લા સાત વર્ષ વિશે પીએમ મોદી વાત કેમ નથી કરતા, છેવટે તે ભવિષ્ય વિશે કેમ વાત નથી કરતા. તેમણે જણાવવુ જોઈએ કે છેલ્લા સાત વર્ષોમાં કેટલા રોજગાર આપ્યા. તેમણે જણાવવુ જોઈએ કે કેટલા લોકોને ગરીબી રેખાની ઉપર લઈને આવ્યા.

પીએમ મોદી આપે જવાબ
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું જનતાને કહેવા માંગુ છુ કે આ ચૂંટણી તમારા માટે છે, ગરીબી આખા રાજ્યમાં છે, મોંઘવારીથી તમે આટલા સંકટમાં છો. વધતી મોંઘવારીનો તમે સામનો નથી કરી શકતા, રોજગાર નથી. આ મુદ્દાઓ પર પોતાનો મત આપો. પોતાનો મત વ્યર્થ ના કરો. હું પૂછવા માંગુ છુ કે પ્રધાનમંત્રી ભૂતકાળમાં કેમ ફસાયેલા છે, તે 70 વર્ષોની વાત કરે છે, 7 વર્ષોથી તે પ્રધાનમંત્રી છે, આ સાત વર્ષોની વાત તે કેમ નથી કરતા. ભવિષ્યની વાત કેમ નથી કરતા. એ કેમ નથી જણાવતા કે આ સાત વર્ષોમાં કેટલા રોજગાર પેદા કર્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસની સરકારોએ જે લોકોને ગરીબીની રેખાથી ઉપર ઉઠાવ્યા હતા તે પાછા ફરીથી કેમ ગરીબી રેખાની નીચે જતા રહ્યા છે. મને સમજમાં નથી આવતુ કે તેમને કોંગ્રેસ પક્ષ અને નહેરુજી માટે આટલો ગુસ્સો કેમ છે. જુઓ, બધા જાણે છે કે નહેરુજીએ આ દેશ માટે શું કર્યુ છે. બધા જાણે છે કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નહેરુજીની શું ભૂમિકા રહી છે. હવે તમે કોઈ રીતે ઈતિહાસને ભૂસવા માંગતા હોય તો પ્રયત્ન કરો, પરંતુ સચ્ચાઈ તો સામે આવશે જ.
કોરોના કાળ આપ્યો જવાબ
ખુદ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીએ લોકોને કોરોના કાળમાં ફ્રીમાં ટિકિટ આપી. અમે શું કરતા, તેમની જેમ પોતાના ઘરની અંદર બેસી રહેતા જ્યારે લોકો 500-600 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા હતા. મા પોતાના બાળકને સૂટકેસ પર બેસાડીને સેંકડો કિલોમીટર ઢસડીને લઈ જઈ રહી હતી. મને સારી રીતે યાદ છે કે સુરતમાં 23 અમેઠીના છોકરાઓ ફસાયા હતા, એ ફોન પર રડવા લાગ્યા હતા કે અમારી પાસે કંઈ નથી. શું અમે તેમને એમ જ છોડી શકતા હતા જેમ એ લોકોએ છોડી દીધા. આ લોકોએ ચેતવણી વિના લૉકડાઉન કરી દીધુ, બસો રોકી દીધી, ટ્રેનો રોકી દીધી.
શું કહ્યુ હતુ પીએમે
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતુ કે તમે હંમેશા કહેતા રહો છો કે હું નહેરુજીનુ નામ નથી લેતો, આજે હું તેમનુ નામ વારંવાર લઈશ, આની મઝા લો. સંસદમાં પીએમ મોદીએ કહ્યુ કે પંડિત નહેરુએ લાલ કિલ્લા પરથી કહ્યુ હતુ કે ક્યારેક-ક્યારેક કોરિયામાં લડાઈ પણ આપણને પ્રભાવિત કરે છે. આના કારણે વસ્તુઓની કિંમતો વધી જાય છે અને આ અમારા નિયંત્રણથી પણ બહાર થઈ જાય છે. જો અમેરિકામાં પણ કંઈ થઈ જાય તો એની અસર પણ વસ્તુઓની કિંમત પર પડે છે. વિચારો, ત્યારે મોંઘવારીની સમસ્યા કેટલી ગંભીર હતી કે નહેરુજીને લાલ કિલ્લાથી હાથ ઉપર કરવા પડ્યા હતા. દેશ સામે દેશના પહેલા પ્રધાનમંત્રી મોંઘવારી સામે હાથ ઉપર કરી દે છે. કોંગ્રેસ આજે સત્તામાં હોત પરંતુ દેશનુ નસીબ છે કે દેશ બચી ગયો. જો આજે કોંગ્રેસ સત્તામાં હોત તો મોંઘવારી જૂના કોરોના ખાતામાં જમા કરીને નીકળી જાત. પરંતુ અમે આ સમસ્યાના સમાધાન પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે. આજે દુનિયામાં અમેરિકા અને ઓઈસીડી દેશોમાં મોંઘવારી લગભગ 7 ટકા છે.












Click it and Unblock the Notifications
