For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્ડલ માર્ચમાં પ્રિયંકા ગાંધીએ લોકોને મારી કોણી અને ધક્કો, જાણો કેમ?

રેપ કેસમાં વિરોધમાં દિલ્હીના ઇન્ડિયા ગેટમાં અડધી રાતે કોંગ્રેસે કેન્ડલ માર્ચ નીકાળી હતી. આ દરમિયાન તેવું કંઇક બન્યું કે પ્રિયંકા ગાંધી ગુસ્સાથી લાલપીળી થઇ ગઇ. જાણો તેનું કારણ અહીં.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ કેસ અને કઠુઆ રેપ કેસ વિરુદ્ધ નવી દિલ્હીના ઇન્ડિયા ગેટમાં અડધી રાતે કોંગ્રેસે કેન્ડલ માર્ચ નીકાળી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટમાં કેન્ડલ માર્ચમાં ભાગ લેવા માટે પહોંચ્યાય હતા. સાથે જ રોબર્ડ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની પુત્રી સમેત કોંગ્રેસના અનેક જાણીતા નેતા ગુલાબ નબી આઝાદ, અંબિકા સોની, અજય માકણ પણ રસ્તામાં કેન્ડલ માર્ચ કરવા માટે હાજર રહ્યા હતા. જો કે કેન્ડલ માર્ચ દરમિયાન તેવું કંઇક થયું જેના કારણે પ્રિયંકા ગાંધી ગુસ્સામાં લાલચોળ થઇ ગઇ હતી. અને તેમણે હાજર લોકોને ધક્કા અને કોણી પણ મારી હતી. જો કે કેન્ડલ માર્ચ વખતે તેવું થયું પણ હતું જેના કારણે પ્રિયંકા ગાંધીને આમ કરવું પડ્યું હતું.

શું હતું કારણ?

શું હતું કારણ?

વાત એમ બની કે કેન્ડલ માર્ચ દરમિયાન ભીડ વધી ગઇ હતી. અને આ કારણે જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસી કાર્યકર્તાઓની ધક્કામુક્કીનો સામનો કરવો પડ્યો હતો. જે પછી પ્રિયંકા ગુસ્સે ભરાઇ ગઇ હતી. અને તેણે કોંગ્રેસી કાર્યકર્તાઓનો ક્લાસ લઇ લીધો હતો. માર્ચ દરમિયાન પ્રિયંકાને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચારે બાજુથી ઘેરી લીધી હતી. અને આ કારણે તે ભીડની બહાર નહતી નીકળી શકી. વધુમાં આ દરમિયાન ધક્કામુક્કી થવા લાગી અને લોકો પ્રિયંકા સમેત એક બીજા પર પડવા લાગ્યા. આ કારણે પ્રિયંકા ખુબ જ ડરી ગઇ હતી અને તેણે કોહણી મારતી બધાથી આગળ નીકળી હતી.

દિકરી ફસાઇ ગઇ ભીડમાં

દિકરી ફસાઇ ગઇ ભીડમાં

કેન્ડલ માર્ચ દરમિયાન ભીડના કારણે પ્રિયંકાની દિકરી પણ ભીડમાં ફસાઇ ગઇ હતી. અને આટલી ભીડને જોઇને તે ડરીને રોવા લાગી હતી. તે પછી પ્રિયંકાએ ધક્કા મારીને બેરીકેડિંગને આગળ વધાર્યું અને પોતાની દિકરીને ગળે લગાડીને તેને ચુપ કરાવી ભીડને બહાર નીકાળી. આ પછી તો પ્રિયંકા ગાંધીનો ગુસ્સો અન્ય કોઇ પણ માંની જેમ સાતમે આસમાને પહોંચી ગયો હતો. પ્રિયંકાએ તેના કાર્યકર્તાઓને પુછ્યું કે તમે અહીં શું કરવા આવ્યા છો? અને શું કરી રહ્યા છો? જે લોકો અહીં ધક્કા મારવા આવ્યા હોય તે ઘરે જતા રહે નહીં તો શાંતિથી આગળ વધો.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ધક્કામુક્કી એટલી હદે વધી ગઇ હતી કે રાહુલ ગાંધીને પણ થોડીક વાર માટે એસપીજીની ગાડીમાં બેસવું પડ્યું હતું. તે પછી રાહુલ થોડીક વાર પછી ગાડીની બહાર નીકળ્યા અને તેમણે લોકો સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તે ઇચ્છે કે સરકાર મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારની વિરુદ્ધ સખત પગલાં લે. સાથે જ તેમણે કહ્યું કે આ એક રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે અને આ કોઇ રાજનૈતિક મુદ્દો નથી. ઉલ્લેખનીય છે કે આ માર્ચમાં કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીના નેતાઓ પણ સામેલ થયા હતા.

English summary
Priyanka Gandhi loses her temper during candle march against Unnao Kathua Rape Case. Read here the reason behind it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X