ગોવામાં પ્રિયંકા ગાંધીનો TMC-AAP પર વાર, કહ્યુ - બહારથી આવીને લોકો રાજ્યમાં રાજ ન કરી શકે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગોવામાં સોમવારે એક રેલીને સંબોધિત કરી અને કહ્યુ કે...

નવી દિલ્લીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગોવામાં સોમવારે એક રેલીને સંબોધિત કરી અને કહ્યુ કે આજે ગોવાની સૌથી મોટી જરુરિયાત એ છે કે ગોવા ફરીથી ગોવાના લોકોના હાથમાં આવે. તેમણે આ દરમિયાન આમ આદમી પાર્ટી પર નિશાન સાધીને કહ્યુ કે બહારના લોકો આવીને તમારા રાજ્યમાં રાજ ન કરી શકે. પ્રિયંકાએ આ દરમિયાન નામ લીધા વિના તૃણમૂલ કોંગ્રેસને પણ ઘેર્યુ અને કહ્યુ કે અહીં ઘણા બધા પક્ષો આવી ગયા છે. એ ગોવાનો મજબૂત બનાવવા કે વિકાસ માટે નથી આવ્યા પરંતુ એ હેતુથી આવ્યા છે કે તેમણે ખુદને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે બતાવવાનો નિર્ણય કર્યો છે. તે ઈચ્છે છે કે તેમની પાર્ટી આગળ વઘે, તે નથી ઈચ્છતા કે ગોવાની જનતા આગળ વધે.

priyanka gandhi

પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યુ કે જો ગોવામાં તેમની પાર્ટી સત્તામાં આવશે તો સરકારી કોષમાંથી 500 કરોડ રૂપિયા રોજગાર સર્જન માટે જાહેર કરવામાં આવશે અને સરકારી નોકરીઓમાં મહિલાઓને 30 ટકા અનામત મળશે. તેમણે 14 ફેબ્રુઆરીએ યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ગોવાના નુવેમમાં એક જનસભાને સંબોધિત કરીને એ પણ કહ્યુ કે સરકારી નોકરીઓની ફાળવણીમાં થતા કૌભાંડો પર લગામ લગાવવા માટે એક કર્મચારી પસંદગી પંચની રચના કરવામાં આવશે.

ગોવા માટે રવિવારે જાહેર કરાયેલ કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રનો ઉલ્લેખ કરીને પ્રિયંકાએ ભરોસો વ્યક્ત કર્યો કે રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓને 30 ટકા અનામત આપવામાં આવશે. કોંગ્રેસ મહાસચિવે એ પણ કહ્યુ કે રાજ્યમાં રોજગાર સર્જન માટે સરકારી કોષમાંથી 500 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે ન્યાય યોજના હેઠળ પછાત વર્ગના પરિવારોને 6000 રૂપિયા પ્રતિ માસની આર્થિક મદદ આપવામાં આવશે જેમાથી તેમનુ ગુજરાન ચલાવવામાં મદદ મળશે અને અર્થવ્યવસ્થામાં મૂડીનો પ્રવાહ પણ થશે. કોંગ્રેસના મડગાંવ અને પણજીમાં કામકાજી મહિલાઓ માટે છાત્રાવાસ બનાવવા તથા મહિલાઓના નેતૃત્વવાળા પોલિસ સ્ટેશનોની સંખ્યામાં વધારો કરવાનુ આશ્વાસન આપ્યુ છે.

પાર્ટીએ એ પણ ઘોષણા કરી છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોને 80 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર નહિ જવા દેવામાં આવે અને વધુ રકમ પર પાર્ટી સબસિડી આપશે. 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 40 સભ્યોની રાજ્ય વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી પરંતુ ત્યારે ભાજપે અમુક સ્થાનિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી લીધી હતી.

પ્રિયંકાએ કહ્યુ, 'તમે જાણો છો કે હું રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ખૂબ મહેનત કરી રહી છુ. ઉત્તર પ્રદેશમાં અમે 40 ટકા સીટો મહિલાઓને આપવાની ઘોષણા કરી છે. આમ કરવાના બે-ત્રણ કારણો છે. મહિલાઓની વસ્તી 50 ટકા છે માટે 50 ટકા પ્રતિનિધિત્વ મેળવવુ તેમનો અધિકાર છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X