For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ગાંધીએ ક્રિકેટનો વીડિયો શેર કરી પીયૂષ ગોયલ અને સીતારમણ પર નિશાન સાધ્યું

પ્રિયંકા ગાંધીએ ક્રિકેટનો વીડિયો શેર કરી પીયૂષ ગોયલ અને સીતારમણ પર નિશાન સાધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે એક ક્રિકેટ વીડિયો ટ્વીટ કરતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે ગુરુત્વાકર્ષણ અને ઓલા-ઉબેરની વાતો કરવાથી અર્થવ્યવસ્થા સુધારી ન શકાય, બલકે તેના માટે સાચી ભાવના હોવી જરૂરી છે. પિરાયંકાએ આનાથી પીયૂષ ગોયલના આઈન્સ્ટીન પર આપેલ નિવેદન અને નિર્મલા સીતારમણના મંદી માટે ઓલા-ઉબેરને જવાબદાર ગણાવવા પર પ્રહાર કર્યો.

કેચ પકડવા માટે છેલ્લે સુધી બોલ પર નજર જરૂરી

કેચ પકડવા માટે છેલ્લે સુધી બોલ પર નજર જરૂરી

પ્રિયંકા ગાંધીએ જે વીડિયો શેર કર્યો તેમાં એક ફિલ્ડર સીમા રેખા પાસે મુશ્કેલ કેચ પકડતો જોવા મળી રહ્યો છે. આની સાથે જ તેમણે ટ્વિટ કર્યું, યોગ્ય કેચ પકડવા માટે અંત સુધી બોલ પર નજર અને ખેલની સાચી ભાવના હોવી જરૂરી છે. નહિતર તમે બધો દોષ ગુરુત્વાકર્ષણ, ગણિત, ઓલા-ઉબેર અને અહ્યાંની-ત્યાંની વાતો પર લગાવતા રહેશો. 'ભારતીય અર્થવ્યવસ્થા કે લિએ જનહિતમેં જારી.'

બે કેન્દ્રીય મંત્રી પર પ્રહાર

જણાવી દઈએ કે એક દિવસ પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે ભારતની 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાના સવાલ પર કહ્યું હતું કે હિસાબમાં ના પડો. જો આઈન્સ્ટાઈન હિસાબમાં પડી ગયા હોત તો તેઓ પણ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ન કરી શક્યા હોત.

સીતારમણે કહ્યું હતું કે મંદી માટે ઓલા-ઉબેર જવાબદાર

સીતારમણે કહ્યું હતું કે મંદી માટે ઓલા-ઉબેર જવાબદાર

અગાઉ નિર્મલા સીતારમણે દેશમાં આર્થિક મંદીને લઈને કહ્યું હતું કે યુવાઓની સોચ બદલાઈ રહી છે માટે કાર ઓછી વેચાઈ રહી છે. હવે જવાન કાર ખરીદવાને બદલે ઓલા અને ઉબેર જવી ટેક્સી સેવાઓને વધુ મહત્વ આપી રહ્યો છે. બંને કેન્દ્રીય મંત્રીઓએ તથ્યહીન વાત કરવા બદલ ભારે ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે.

Video: રડતા રડતા રાબડી દેવીના ઘરેથી નીકળી ઐશ્વર્યા, જાણો મામલોVideo: રડતા રડતા રાબડી દેવીના ઘરેથી નીકળી ઐશ્વર્યા, જાણો મામલો

English summary
priyanka gandhi strikes on sitharaman and piyush goyal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X