For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામઃ પ્રિયંકા ગાંધી કરશે તાબડતોડ પ્રચાર, 2 દિવસમાં 7 જનસભા સંબોધશે

આસામઃ પ્રિયંકા ગાંધી કરશે તાબડતોડ પ્રચાર, 2 દિવસમાં 7 જનસભા સંબોધશે

|
Google Oneindia Gujarati News

આસામ વિધાનસભા ચૂંટણી 2021માં હવે ગણતરીના દિવસો જ બાકી છે. પરંતુ આસામની સત્તા સુધી પહોંચવા માટે રાજનૈતિક પાર્ટીઓએ એડી-ચોટીનું જોર લગાવી દીધું છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં સત્તા બચાવી રાખવા માટે જોર લગાવી રહી છે, ત્યારે કોંગ્રેસ પોતાની ગુમાવેલી સત્તાને પરત મેળવવા માટે કોઈ કસર છોડવા નથી માંગતી. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે આસામની પ્રચાર ભૂમિમાં ડગલૂં માંડવા જઈ રહી છે. તેઓ અહીં કેટલીય ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

priyanka gandhi

કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધી 21 અને 22 માર્ચે આસામના પ્રવાસ પર છે. આ દરમ્યાન પ્રિયંકા ગાંધી તાબડતોડી રેલીઓ કરી પોતાની પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવાની જનતાને અપીલ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકા ગાંધી બે દિવસમાં સાત રેલી સંબોધશે. આજે એટલે કે 21 માર્ચે પ્રિયંકા ગાંધી જોરહાટ, નજીરા અને ખુમટાઈમાં રેલી સંબોધિત કરશે. જ્યારે 22 માર્ચે એટલે કે સોમવારે પ્રિયંકા ગાંધીની ચાર રેલી યોજાશે. પ્રિયંકા ગાંધીની પહેલી ચૂંટણી રેલી શારૂપાથરમાં થશે.

પ્રિયંકા ગાંધી કલિઆબોરમાં બીજી અને બોર્ડોવા સત્રમાં ત્રીજી રેલી સંબોધિત કરશે. નવાંગના બોર્ડોવામાં પ્રિયંકા દિવસની પોતાની ચોથી અને અંતિમ રેલી સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આસામ માટે પાર્ટીની સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ છે. એટલું જ નહિ, આસામની મહિલાઓ અને ચાના બગીચાઓના મજૂરો વચ્ચે પ્રિયંકા ગાંધીની ખાસ્સી લોકપ્રિયતા જોવા મળી રહી છે.

કેરળઃ ચૂંટણી પંચે નામાંકન પત્ર રદ્દ કરતાં ભાજપના ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યોકેરળઃ ચૂંટણી પંચે નામાંકન પત્ર રદ્દ કરતાં ભાજપના ઉમેદવારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

નોંધનીય છે કે ચૂંટણી રેલી પહેલાં પ્રિયંકા ગાંધી આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવી ચૂક્યાં છે. એ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ લખીમપુરમાં ચાઈ જનજાતિના કલાકારો સાથે 'ઝુમૂર' નૃત્ય પણ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આસામમાં વિધાનસભા ચૂંટણી 27 માર્ચથી શરૂ થનાર છે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. 2જી મેના રોજ મતગણતરી હાથ ધરાશે.

English summary
Priyanka Gandhi will address seven rallies in two days in assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X