સંસદ પહોંચ્યો પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન, ધ્યાનપૂર્વક નિહાળી કાર્યવાહી

rehan-priyanka-vadra
નવી દિલ્હી, 17 જુલાઇ: અત્યારે રાજકારણ હોબાળો મચ્યો છે કે હવે કોંગ્રેસની કમાન પ્રિયંકા વાઢેરાના હાથમાં જશે. એવું તો ના બને પરંતુ હવે આશા જાગી છે કે પ્રિયંકાના પુત્ર રેહાને રાજકારણમાં રસ દાખવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા વાઢેરાનો પુત્ર રેહાન વાઢેરા આજે લોકસભા ભવન પહોંચ્યો. રેહાન પોતાના ત્રણ મિત્રોની સાથે સંસદની કાર્યવાહી જોવા માટે પાર્લામેન્ટ પહોંચ્યો. 14 વર્ષનો રેહાન થોડી વાર માટે કોંગ્રેસ કાર્યાલયમાં પણ રોકાયો.

પોતાના મિત્રોની સાથે લગભગ 15-20 મિનિટ સુધી સંસદની કાર્યવાહી એકદમ ધ્યાનપૂર્વક જોઇ. આ દરમિયાન તે કાર્યવાહીને લઇને ચર્ચા પણ કરી રહ્યો હતો. સંસદની બહાર આવતી વખતે તેને કેમરાથી બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો.

એક જમાનામાં જ્યારે પ્રિયંકા ગાંધીની જરૂરિયાત પાર્ટીની અંદર અનુભવાઇ હતી, ત્યારે તેમણે વ્યવસ્થા માળખા પર નજર રાખવાની વાત કહીને પ્રશ્ન ટાળી દિધો હતો. આજે જ્યારે પ્રિયંકા-રોબર્ટનો પુત્ર સંસદમાં દેખાયો ત્યારબાદ રાજકીય જાણકારો વચ્ચે હલચલનો વિષય ઉભો થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X