For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ વિધાનસભા સત્ર શરૂ, ફડણવીસ-અજીત પવારે લીધા ધારાસભ્ય પદના શપથ

મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર શરૂ થઈ ગયુ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. હવે બધા ધારાસભ્યોના શપથ લેવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભાનુ વિશેષ સત્ર શરૂ થઈ ગયુ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. હવે બધા ધારાસભ્યોના શપથ લેવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ફડણવીસ બાદ છગન ભુજબળ, અજિત પવાર, જયંત પાટિલ, બાલાસાહેબ થોરાટ સહિત અન્ય ધારાસભ્યોએ શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલબંકર નવા ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય કાલિદાસ કોલબંકર નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવનમાં તેમને મંગળવારે સાંજે પદના શપથ લેવડાવ્યા હતા.

bjp

આજે પ્રોટેમ સ્પીકર રાજ્યના 287 ધારાસભ્યોને શપથ લેવડાવશે. મંગળવારે ઝડપથી મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ બદલાયો. કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલાંબકરને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા. વળી, એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓએ પણ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવ રજૂ કર્યો. તમને જણાવી દઈએ કે ત્રણે પક્ષોના નેતાઓએ 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે.

ncp

ઉલ્લેખનીય છે કે 80 કલાકની ઉથલપાથલ બાદ છેવટે મહારાષ્ટ્રમાં રાજકીય નાટક થમ્યુ છે. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા સમાચાર હતા કે ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે શપથ લેશે. કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટે મંગળવારે મોડી રાતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ સાંજે 6.40 વાગે થશે. ઉદ્ધવ ઠાકરેએ 3 ડિસેમ્બર સુધી વિધાનસભામાં પોતાની સરકારનો બહુમત સાબિત કરવાનો હશે એટલે કે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે સાત દિવસનો સમય મળ્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Picsઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics

English summary
Pro-tem speaker starts administering oath to MLAs start in Maharashtra assembly. NCP MLA Chhagan Bhujbal takes oath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X