For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદીના કેસની તપાસ કરાશે

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

Aseem Trivedi
મુંબઇ, 16 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર સરકાર હવે કાર્ટૂનિસ્ટ અસિમ ત્રિવેદીના કેસની તપાસ કરાવશે. અસિમ ત્રિવેદી વિરૂદ્ધ રાજદ્રોહ જેવો ગંભીર ગુનો કેવી રીતે દાખલ કરવામાં આવ્યો. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અને કાનૂની અધિકારીઓને તપાસનો સામનો કરવો પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ઉપ મુખ્યમંત્રી અજીત પવારે આઇપીસીની રાજદ્રોહ સાથે જોડાયેલી કલમ લગાવવાનો વિરોધ કર્યા બાદ તપાસનો આદેશ આપ્યો છે. જોકે સૂત્રોએ જણાવ્યું છે કે બંનેએ અસિમ ત્રિવેદી વિરૂદ્ધ હળવી કાર્યવાહી કરવા બાબતે સમર્થન કર્યું છે, કારણ કે કાર્ટૂન આક્રમક હતા. કાર્ટૂનમાં સંસદ અને રાષ્ટ્રીય પ્રતિકનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત રવિવારે અસિમ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે મુંબઇ હાઇકોર્ટે જામીન મંજૂર કરી દીધાં હતા.

અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારી કહ્યું છે કે એસઆઇટી કાનપુરના રહેવાસી કાર્ટૂનિસ્ટ પર લગાવવામાં આવેલા દેશદ્રોહના ગુનાની સમીક્ષા કરશે અને પોતાના અન્ય રિપોર્ટ મહારાષ્ટ્ર પોલીસને સોંપશે. ત્યારબાદ જરૂરિયાત લાગશે તો રાજ્ય સરકાર આરોપો દૂર કરવાનો આદેશ આપશે.

અધિકારીએ જણાવ્યું હતું કે ટીમમાં બે ઇન્સપેક્ટર, બે સબ ઇન્સપેક્ટર, એક આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર અને છ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઇ હાઇકોર્ટ દ્રારા જામીન પર છોડી મુકવાના આદેશ બાદ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા અસિમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે અસિમે કહ્યું છે કે જ્યાં સુધી દેશદ્રોહનો આરોપ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરીશ.

English summary
A day after the Bombay high court sought to fix responsibility for the "arbitrary" arrest of political cartoonist Aseem Trivedi for sedition , the state government on Saturday ordered an inquiry against those involved in the registering of an FIR against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X