હિઝબુલ મુજાહિદ્દીન વડા સલાહુદ્દીનના પુત્રોની સંપતિ જપ્ત કરાઈ
કાશ્મીરમાં આંતક ફેલાવનારો હિઝબુલ પ્રમુખ સૈયદ સલાહુદીન પર એનઆઈએનો ગાળીયો કસાયો છે. હાલમાં જ એનઆઈએએ સૈયદ સલાહુદિનના પુત્રોની કાશ્મીરમાં આવેલી સંપતિ કુર્ક કરી છે. એજન્સીએ બડગામ સોઇબુગમાં સ્થિત શાહિદ યુસુફ અને સૈયદ અહેમદ શકીલની મિલકતો કબ્જે કરી છે.
વિગતો અનુસાર, સલાઉદ્દીનના બંને પુત્રો ઓક્ટોબર 2017 અને ઓગસ્ટ 2018માં ધરપકડ બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. સલાહુદ્દીનના સહયોગીઓ અને હિઝબુલ મુજાહિદ્દીનના સક્રિય કાર્યકર્તાઓ પાસેથી વિદેશમાંથી ભંડોળ મેળવવા માટે બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આતંકી સલાહુદ્દિન 1993માં પાકિસ્તાન ફરાર થઈ ગયો હતો. ઓક્ટોબર 2020માં ભારત સરકાર દ્વારા તેને આતંકી જાહેર કરાયો હતો. તે હાલમાં પાકિસ્તાનથી કામ કરી રહ્યો છે અને યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો અધ્યક્ષ છે. આ સંગઠન મુત્તાહિદા જેહાદ કાઉન્સિલના નામે પણ ઓળખાય છે. આ પાકિસ્તાન સ્થિત 13 આતંકવાદી સંગઠનોનું જૂથ છે.
અહીં તમને જણાવી દઈએ કે, સૈયદ સલાહુદ્દીન ઉર્ફે સૈયદ મોહમ્મદ યુસુફ શાહ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો અધ્યક્ષ છે અને પાકિસ્તાનથી ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે. 1993 થી તે ભારત વિરુદ્ધ કાવતરા કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
