હુડ્ડાના ઘરે ઘેરાવો કરનાર IACના કાર્યકર્તાઓ સાથે ડંડાવાળી

મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરનો ઘેરાનો કરવા માટે ગયેલા આઇએસીના કાર્યકર્તાઓ બેરિકેડિંગ તોડીને આગળ વધી રહ્યાં હતા તે સમયે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર્યકર્તાઓ પોલીસની વાત માની ન હતી. જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે અશ્રુગેસ છોડ્યા હતા. આ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી જેમાં બે પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઇન્ડિયા અગેંન્ટ કરપ્શને ખુલાસો કરતાં હુડ્ડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમની સહમતિથી જ રોબર્ટ વાઢેરએ હરિયાણાની જમીન કોડીના ભાવે વેચવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે રોબર્ટ વાઢેરાએ હરિયાણાના ગુડગાંડમાં સાડા ત્રણ એકર ડીએલએફને અઠ્ઠાવન કરોડમાં વેચી દિધી હતી, આ બધામાં હુડ્ડા સરકારે કમીશન ખાધું છે.












Click it and Unblock the Notifications
