પહેલવાનોની પીએમ મોદીને અપીલ, કહ્યું- ક્યારેક અમારા મનની વાત પણ સાંભળો
ભારતીય રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીની જંતર મંતર પર પહેલવાનોના ધરણા ચાલી રહ્યા છે. પહેલવાનો જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઘરણા ખતમ કરવાના મુડમાં નથી. આ દરમિયાન પહેલવાનોએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી પીએમ મોદીને ન્યાયની અપીલ કરી હતી.
મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગાટે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા મનની વાત પણ સાંભળવી જોઈએ. અમે જણાવવા માંગીએ છીએ કે બ્રિજ ભૂષણ સિંહથી મોટો કોઈ અપરાધી નથી. કરોડો લોકો અમારા સમર્થનમાં છે, આ અમારી તાકાત છે. અમને ખબર નથી કે અહીં કેટલા સાંસદો અને ધારાસભ્યો આવ્યા છે.

અહીં બજરંગ પુનિયાએ કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. તે આ આંદોલનને બીજું સ્વરૂપ આપવા માંગે છે. અમને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે. પહેલવાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે કોઈ કબજો માગતા નથી.
બજરંગ પુનિયાએ પરિવારવાદના મુદ્દા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ત્યાં બધો પરિવારવાદ થઈ રહ્યો છે અને તેઓ અમારા પર આરોપ લગાવી રહ્યા છે. તેણે કહ્યું કે, કોઈ ખેલાડીનો ગુનાહિત રેકોર્ડ નથી પરંતુ બ્રિજ ભૂષણનો ગુનાહિત રેકોર્ડ છે.
બજરંગ પુનિયાએ ચોખવટ કરતા કહ્યું કે, અમારી લડાઈ ચૂંટણી માટે નથી. WFIના પ્રમુખ બ્રિજભૂષણ સિંહે કેટલું મોટું કામ કર્યું છે કે તેને ફૂલોનો હાર પહેરાવવામાં આવી રહ્યો છે. આખા ભારતમાં તેમનાથી મોટો કોઈ ગુનેગાર નથી.
અહીં તમને જણાવી દઈએ કે, ઘણી મહિલા રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.પહેલવાનોનું કહેવું છે કે તે ત્રણ મહિનાથી ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.












Click it and Unblock the Notifications
