નાગરીકતા સંશોધન બિલ: અસમ, ત્રિપુરા અને મણીપુરમાં રસ્તા પર ઉતરી આવ્યા લોકો

નાગરિકતા સુધારણા બિલ 2019 હંગામા વચ્ચે લોકસભામાં પસાર થઈ ગયું. રાજ્યસભામાં હજી આ ખરડો પસાર થવાનો બાકી છે. મોટાભાગના વિરોધી પક્ષો આ બિલનો સખત વિરોધ કરે છે.

નાગરિકતા સુધારણા બિલ 2019 હંગામા વચ્ચે લોકસભામાં પસાર થઈ ગયું. રાજ્યસભામાં હજી આ ખરડો પસાર થવાનો બાકી છે. મોટાભાગના વિરોધી પક્ષો આ બિલનો સખત વિરોધ કરે છે. આ બિલને લઈને પૂર્વોત્તર રાજ્યો આસામ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

12 કલાકની હડતાલ

12 કલાકની હડતાલ

આસામની ઘણી સંસ્થાઓએ 12 કલાકની હડતાલ કરી છે, જેનાથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. સૌથી ખરાબ સ્થિતિ ગુવાહાટીની છે. અહીંની દુકાનો, શાળાઓ અને કોલેજો હજી બંધ છે. દેખાવોને કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ગુવાહાટી, ડિબ્રુગઢ અને કોટન યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

શું છે બિલ

શું છે બિલ

આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક જુલમ ભોગવી રહેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વની જોગવાઈ છે. વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યું છે.

ટાયર સળગાવી કર્યો વિરોધ

ટાયર સળગાવી કર્યો વિરોધ

ઘણા સ્થળોએ વિરોધીઓ ટાયરો સળગાવી રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધિત કરી રહ્યા છે, અને વિદ્યાર્થી સંઘના કાર્યકરો રવિવારે સાંજે રસ્તાઓ પર નગ્ન થઇને દેખાવો શરૂ કરી દીધા હતા. આ બિલ અંગે, ઈશાનના વતનીઓનું કહેવું છે કે બહારથી આવતા લોકો અને નાગરિકત્વ લેતા લોકો દ્વારા તેમની ઓળખ અને અસ્તિત્વને જોખમમાં મૂકવામાં આવે છે. જો કે, વિરોધીઓને રસ્તા પરથી દૂર કરવા પોલીસ તેમને કસ્ટડીમાં લઈ રહી છે. નલબારી નગરમાં અસમ ગણ પરિષદના ત્રણ મંત્રીઓ વિરૂદ્ધ વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.

પોલીસ-વિરોધીઓની વચ્ચે ઘર્ષણ

પોલીસ-વિરોધીઓની વચ્ચે ઘર્ષણ

ડિબ્રુગઢ અને ગુવાહાટીમાં વાહનો માટે માર્ગ બનાવવા માટે પોલીસે વિરોધીઓને હટવાનું કહ્યું, જેના પગલે પોલીસ અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આ લોકો પર લાઠીચાર્જ પણ કર્યો છે. આ દેખાવોને કારણે પ્રવાસીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંધને કારણે તેઓ જાહેર વાહનો મેળવવા માટે અસમર્થ છે. પ્રવાસીઓ પણ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર પહોંચી શકતા નથી.

ત્રિપુરામાં પણ ભારે વિરોધ

ત્રિપુરામાં પણ ભારે વિરોધ

જો તમે ત્રિપુરાની વાત કરો તો અહીં પણ બિલ વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. સોમવારે પણ ભાજપની સહયોગી પીપલ્સ ફ્રન્ડ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) સહિત અન્ય આદિજાતિ જૂથોએ બંધનું આયોજન કર્યું છે. સેન્ટ્રલ અર્ધલશ્કરી દળો અને ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ (ટીએસઆર) સહિત મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

મણિપુરમાં આંદોલન

મણિપુરમાં આંદોલન

નાગરિકતા સુધારા બિલ વિરુદ્ધ શરૂ કરાયેલા આંદોલનને કારણે સોમવારે મણિપુરમાં સામાન્ય જીવનને અસર થઈ હતી. આ વિરોધ પ્રદર્શન 9 ડિસેમ્બરે શરૂ થયું હતું જે 11 ડિસેમ્બર સુધી ચાલશે. આ લોકો કહે છે કે તેઓ આશ્વાસન માંગે છેકે આ બિલ મણિપુરમાં અથવા તો પૂર્વોત્તર રાજ્યોમાં પણ લાગુ નહી થાય. જો કે, આ બિલ અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરના આદિજાતિ વિસ્તારોમાં લાગુ થશે નહીં. ગૃહ પ્રધાન અમિત શાહે એમ પણ કહ્યું છે કે સંસ્કૃતિના સંરક્ષણ માટે મણિપુરનો ઇનર લાઇન પરમિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X