પુલવામા હુમલોઃ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવી
પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે.
પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પાંચ અલગાવવાદી નેતાઓને આપેલી સુરક્ષા પાછી લઈ લીધી છે. જે અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવી છે તેમાં મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, હાશિમ કુરેશી, બિલાલ લોન, શબ્બીર શાહ શામેલ છે. આ બધા અલગાવવાદી નેતાઓની સરકારે સુરક્ષા પાછી લઈ લીધી છે. પોતાના આ પગલાંથી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તે આતંકીઓનો સાથ આપનાર સામે સખત પગલાં લેશે.

દરેક પ્રકારની સુરક્ષા પાછી લેવાઈ
આદેશ અનુસાર આ તમામ અલગાવવાદી નેતાઓને આપેલી તમામ સુરક્ષા અને વાહનોને પાછા લઈ લેવામાં આવ્યા છે. આ બધી કારોને આજે સાંજ સુધીમાં પાછી બોલાવી લેવામાં આવશે. હવે આ નેતાઓને કોઈ પણ પ્રકારનુ સુરક્ષા કવર કે સુવિધા આપવામાં નહિ આવે. જો આ લોકો પાસે અન્ય કોઈ સુવિધા હોય જેને સરકારે આપી હોય તો તે પણ પાછી લેવામાં આવશે. વળી, પોલિસ એ અંગેની પણ સમીક્ષા કરશે કે શું બીજા કોઈ અલગાવવાદી નેતા છે જેને આપવામાં આવેલી સુરક્ષા પાછી લેવાની છે.

રાજનાથ સિંહે આપ્યુ હતુ આકરુ નિવેદન
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યુ હતુ કે પાકિસ્તાન અને તેની જાસૂસી એજન્સી આઈએસઆઈ પાસેથી જે લોકો પૈસા મેળવી રહ્યા છે તેમને આપવામાં આવેલી સુરક્ષા પર ફરીથી વિચાર કરવામાં આવશે. જો કે રાજનાથ સિંહે કોઈનું નામ નહોતુ લીધુ પરંતુ તેમણે પોતાના નિવેદનથી સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેમની સરકાર અલગાવવાદી નેતાઓ સામે કડક પગલા લેશે અને કોઈ પણ પ્રકારનું નરમ વલણ નહિ રાખે. ત્યારબાદ સરકારે મોટી કાર્યવાહી કરતા આ અલગાવવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા પાછી લઈ લીધી છે.

આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ
રાજનાથ સિંહે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં અમુક તત્વો એવા છે જે આઈએસઆઈ અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. સરકાર આવા લોકોના વિચારોને હરાવશે. તેમણે કહ્યુ કે આતંકવાદ સામેની અમારી લડાઈ નિર્ણાયક સમયમાં છે અને હું દેશને આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે આતંકવાદ સામે આ લડાઈમાં આપણે જરૂર જીતીશુ.












Click it and Unblock the Notifications
