પુલવામા આતંકી હુમલા પર નવજોત સિંહ સિદ્ધુએ શું કહ્યુ?

આતંકીઓની આ કાયર હરકતથી જ્યાં સમગ્ર દેશ ગુસ્સામાં છે ત્યાં પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ હુમલા વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન માટે કડક વલણ અપનાવીને તેને મોસ્ટ ફેવર્ડ નેશન (most favoured nation) નો દરજ્જો છીનવી લીધો છે. આ ફિદાયીન હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થયા છે. પોતાના જવાનોની શહાદત પર સીઆરપીએફ તરફથી પણ નિવેદન આવ્યુ છે કે ના તો આ હુમલાને ક્યારેય ભૂલીશુ અને ના આ હુમલાને અંજામ આપનાર આતંકીઓને માફ કરીશુ. આતંકીઓની આ કાયર હરકતથી જ્યાં સમગ્ર દેશ ગુસ્સામાં છે ત્યાં પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ હુમલા વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

‘આતંકવાદનો કોઈ દેશ નથી'

‘આતંકવાદનો કોઈ દેશ નથી'

પુલવામા આતંકી હુમલા વિશે મીડિયા સાથે વાત કરતા પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘આ ઘટનના ખૂબ જ નિંદનીય છે, આ એક કાયરતાપૂર્ણ કાર્ય છે. વાતચીત દ્વારા આ સમસ્યાનું એક સ્થાયી સમાધાન કાઢવાની જરૂર છે, ક્યાં સુધી આપણા જવાનો પોતાનો જીવ કુરબાન કરશે? ક્યાં સુધી આ રક્તપાત ચાલુ રહેશે? આવુ કરનારાને સજા મળવી જોઈએ.' વળી આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે સવાલ પૂછાવા પર સિદ્ધુએ કહ્યુ, ‘આતંકવાદનો કોઈ દેશ નથી હોતો અને ના આતંકવાદીઓનો કોઈ ધર્મ હોય છે, તેમની કોઈ જાતિ નથી હોતી.' હુમલા બાદ કરતારપુર કૉરિડોર પર અસર પડવાના સવાલ પર સિદ્ધુએ કોઈ જવાબ આપ્યો નહિ.

દિલ્લી લવાશે શહીદોના શબ

દિલ્લી લવાશે શહીદોના શબ

તમને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે સીઆરપીએફના કાફલાની એક બસને નિશાન બનાવીને જૈશ-એ-મોહમ્મદના એક આતંકીએ ફિદાયીન હુમલો કર્યો હતો. સીઆરપીએફનો આ કાફલો શ્રીનગર આવી રહ્યો હતો અને કાફલામાં લગભગ 2500 જવાન શામેલ હતા. આ હુમલાને અંજામ આપવા માટે ફિદાયીન આતંકા આદિલ અહેમદ ઉર્ફે વકાસે 300 કિલો વિસ્ફોટક (IED)થી ભરેલી કાર બસ સાથે ટકરાવી. હુમલામાં સીઆરપીએફના 44 જવાન શહીદ થઈ ગયા જ્યારે ઘણી જવાન ઘાયલ થયા. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં શહીદ થયેલા બધા જવાનોના શબોને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા દિલ્લી લાવવામાં આવશે.

‘દેશનું લોહી ઉકળી રહ્યુ છે'

‘દેશનું લોહી ઉકળી રહ્યુ છે'

આ હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા સંબંધી સમિતિની બેઠક થઈ જેમાં પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આતંકીઓને કોઈ કિંમત પર છોડવામાં નહિ આવે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આ હુમલા માટે સમગ્ર દેશમાં ગુસ્સો છે, દેશનું લોહી ઉકળી રહ્યુ છે. આતંકને કચડવા માટે કાર્યવાહી ઝડપી કરવામાં આવશે અને આપણા જવાનોના બલિદાનની મોટી કિંમત આતંકીઓએ ચૂકવવી પડશે. હું રાજકીય પક્ષોને અપીલ કરુ છુ કે આપણે સૌ રાજકીય દોષારોપણથી દૂર રહીએ. આપણે સૌએ એક થઈને આતંકવાદ સામે ઉભુ રહેવાનુ છે અને લડવાનુ છે. અમે સુરક્ષાબળોને સંપર્ણ છૂટ આપી દીધી છે. કોઈને પણ બક્ષવામાં નહિ આવે. આ હુમલા માટે આતંકવાદીઓને સજા મળશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X