Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુલવામા હુમલાના વિરોધમાં દિલ્લી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આજે બજાર બંધ

કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ સમગ્ર દેશમાં સોમવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યુ છે.

પુલવામા હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભારત સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવે અને પાક સાથે દરેક પ્રકારના સંબંધો ખતમ કરવામાં આવે. રવિવારે દેશભરમાં સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી, કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવી. કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ સમગ્ર દેશમાં સોમવારે બજાર બંધ રાખવાનું એલાન કર્યુ છે.

pulwama

પુલવામા હુમલાના વિરોધમાં દિલ્લીમાં બધા સ્થાનિક સંગઠનોએ શટર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાંદની ચોકમાં વેપારીઓ તરફથી પાકિસ્તાન અને ચાઈનીઝ સામાનોના પૂતળા પણ ફૂંકવામાં આવશે. સદર બજાર, કરોલબાગ, ગાંધીનગરમાં પણ માર્ચ અને સભાઓ યોજાશે. ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર દેશ પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યુ છે.

CAIT તરફથી કહેવામાં આવ્યુ છે કે મસૂદ અઝહર અંગે ચીનના ભારત વિરોધી વલણને જોતા ચાઈનીધ સામાનના બહિષ્કારનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં બધા એસોસિએશન્સ વચ્ચે આ વાત પર સંમતિ બનાવવામાં આવશે કે કોઈ પણ વેપારી પોતાની દુકાન પર ચાઈના નિર્મિત સામાન નહિ વેચે અને તેનો વિરોધ કરશે. CAIT તરફથઈ કહેવામાં આવ્યુ છે કે ભારત બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે અને દરમિયાન દુકાનો બંધ રહેશે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ એ મોહમ્મદના ફિદાયીન હુમલાવરે જવાનોના કાફલાને નિશાન બનાવ્યુ અને જોતજોતામાં આ હુમલો ઘાટીમાં થયેલો સૌથી મોટો આતંકી હુમલામાં ફેરવાઈ ગયો. આ હુમલામાં ઘણા જવાન પણ ઘાયલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X