'પંચે પત્નીને બહેન બનાવવાનું કર્યું ફરમાન'

હિસાર (હરિયાણા)ના બિઠમડા ગામના નિવાસી યુવક જ્યોતિ પ્રકાશે પોલીસ પોલીસ મહાનિરીક્ષકને આ અંગે ફરિયાદ આપી છે. યુવકના જણાવ્યા અનુસાર સાંપલા ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ગામના અનેક લોકો તથા તેના પિતા ગોત્ર વિવાદના કારણે પરેશાન કરી રહ્યાં હતા. જેથી તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ગામમાં પ્રવેશ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવતી હતી.
જ્યોતિ પ્રકાશે લેખિતમાં આરોપ લગાવ્યો છે કે તેની પત્નીને બહેન બનાવવા માટે દબાણ કરવામાં આવે છે. કારણ કે તેના પિતાના ગોત્રની છોકરી સાથે લગ્ન કરવાનું છે. બીજી તરફ ગામના સરપંચ બલશેર સિંહનું કહેવું છે કે આ મુદ્દો યુવક અને તેના પરિવારજનોનો છે. અન્ય ગ્રામજનો તથા સરપંચ લગાવવામાં આવેલા આરોપો આધારવિહિન છે.












Click it and Unblock the Notifications
