For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુના : જર્મન બેકરી બ્લાસ્ટમાં હિમાયત બૈગ દોષિત કરાર

|
Google Oneindia Gujarati News

german-bakery-blast-file-photo
પુના, 15 એપ્રિલ : જર્મન બેકરી બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી હિમાયત બૈગને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. કોર્ટે સોમવારે આ ચૂકાદો જાહેર કર્યો હતો. હવે 18 એપ્રિલના રોજ હિમાયત બૈગને સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં પાંચ આરોપી હજી પણ ફરાર છે.

આ કેસમાં ડિસેમ્બર 2010માં તપાસ અધિકારી એસીપી વિનોદ સાતવ આ કેસમાં 2500 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં બૈગ ઉપરાંત 6 અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. કેસની કાર્યવાહી દરમિયાન 103 લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

13 ફેબ્રુઆરી 2010માં પુણેના જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સોમવારે કોઇ ચુકાદો આવી શકે છે. આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 65 લોકો ઘાયલ થયા હતા. આ કેસનો મુખ્ય આરોપી હિમાયત બેગની ધરપકડ થઇ ગઇ છે પરંતુ હુમલાના અન્ય બે આરોપી હજુ સુધી ફરાર છે.

આ હુમલામાં અન્ય બે આરોપીઓમાંથી એક છે હમજા જે પુણે હુમલા ઉપરાંત અન્ય કેસમાં જોડાયેલો છે. હમજા વિશે કહેવામાં આવે છે કે તે મુંબઇ હુમલામાં સાથે પણ જોડાયેલ છે. તેને મુંબઇ હુમલાના માહિતી હતી. તેને લીધે તેને મુંબઇ હુમલાનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 19 સપ્ટેમ્બરમાં દિલ્હીની જામા મસ્જિદ પાસે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

જો કે બોમ્બ ફૂટ્યો ન હતો, પરંતુ તેનો માસ્ટરમાઇન્ડ પણ હમજા જ હતો, 9 મે 2006ના રોજ મહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં પોલીસે એક કાવતરાના નિષ્ફળ કર્યું હતું. જેમાં 10 એકે-47 રાઇફલો ઝડપી પાડી હતી. આ કાવતરાને પણ હમજા અંજામ આપવાનો હતો.

English summary
Pune: German Bakery blast Himayat Baig convicted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X