1.2 કરોડની સોનાની શર્ટ પહેરવાવાળા ગોલ્ડમેનની હત્યા, 4 ગિરફ્તાર
1.2 કરોડની કિંમતની શર્ટ પહેરીને ચર્ચામાં આવેલા પુણેના કારોબારી દત્તાત્રે ફુગે ની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. પુણેના રહેવાવાળા ફુગેની હત્યા પથ્થર મારી મારીને કરવામાં આવી છે. પોલીસને મળેલી જાણકારી મુજબ રાત્રે 11 વાગ્યે તેની હત્યા કરવામાં આવી છે.
પોલીસે શંકાના આધાર પર 4 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસને શંકા છે કે ફુગેની ચીટ ફંડના કારણે તેની હત્યા કરવામાં આવી છે. ફુગે ચીટ ફંડનો ધંધો કરતો હતો અને લોકોને વ્યાજે પૈસા પણ આપતા હતા. પોતાના આ ધંધ માં તેને ખૂબ જ પૈસા પણ કમાયા હતા.

પોલીસને મળેલી જાણકારી મુજબ 10 દિવસ પહેલા જ ફુગે અને હુમલાખોરો વચ્ચે પૈસાને લઈને લડાઈ પણ થઈ હતી. ગોલ્ડમેન નામથી ફેમસ આ વ્યક્તિ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમને પોતાના માટે 1.2 કરોડની શર્ટ બનાવી.












Click it and Unblock the Notifications
