પંજાબઃ ફાજિલ્કામાં નવી સરકારી પ્રાઇમરી સ્કૂલ ખુલશે

પંજાબની ભગવંત માન સરકાર શિક્ષણ ક્ષેત્રે સર્વવ્યાપી દ્રષ્ટિકોણ રાખી રહી હોવાનું જણાઇ રહ્યું છે. રાજ્યમાં જુલાઇમાં પ્રથમ નવી પ્રાથમિક શાળા બનશે અને વર્ષના અંત સુધીમાં 100 નવી સ્કૂલ શરૂ કરવાની યોજના બનાવી છે.

bhagwant mann

પંજાબના ફાજિલ્કામાં જલદી જ એક નવી સરકારી પ્રાથમિક શાળા ખુલવા જઇ રહી છે. સ્કૂલ શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસે દાવો કર્યો છે કે 31 જુલાઇ 2023 સુધી આ સ્કૂલ તૈયાર થઇ જશે. તેમણે જણાવ્યું કે આ સ્કૂલ ફાજિલ્કામાં ઈન્ટરનેશનલ બોર્ડરની નજીક છે, જેના નિર્માણનું કામ ચાલુ છે.

મંત્રી બૈંસે સ્કૂલની લે-આઉટ ડિઝાઈન પણ જાહેર કરી હતી. જેની ડિઝાઈન ખાનગી શાળા જેવી જ છે. મંત્રી બૈંસે કહ્યું કે સીએમ ભગવંત માન દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ વર્ષ 2023ના અંત સુધીમાં પંજાબમાં વધુ 100 નવી સ્કૂલોની શરૂઆત થઇ જશે.

સ્કૂલ ઑફ એમિનેંસ યોજના અંતર્ગત અપગ્રેડ

પંજાબ સરકારે ગત જાન્યુઆરી મહિનામાં સારી ગુણવત્તા અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્કૂલ ઑફ એમિનેન્સ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત વર્તમાન 117 સ્કૂલોને સ્કૂલ ઑફ એમિનેન્સ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. જેમાં 9મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પંજાબ સરકારે આ પરિયોજના માટે 200 કરોડ રૂપિયાનું બજેટ આરક્ષિત કર્યું છે. રાજ્યના 23 જિલ્લાના 117 સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X