પંજાબ CM ભગવંત માન દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સાથે કરશે મુલાકાત
Arvind Kejriwal : પંજાબના મુખ્યમંત્રી ભગવંત રવિવારના રોજ દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન ભગવંત માન દિલ્હી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમની સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા છે. અરવિંદ કેજરીવાલને બોલાવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન તેને મળવા ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. AAP સૂત્રોએ જણાવ્યું કે, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ દિલ્હી દારુ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મહત્વના મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
