પંજાબઃ સીએમ માને સ્વર્ણ-રજત પદક વિજેતા સિફત કૌરને કરી સમ્માનિત, આપ્યો 1 કરોડ 75 લાખ રુપિયાનો ચેક
Punjab News: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેના જોરદાર પ્રદર્શન માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિફત કૌર સમરાનું સન્માન કર્યું છે. સીએમ ભગવંત માને તેમને 1 કરોડ 75 લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
આ કાર્યક્રમનું આયોજન પંજાબ મ્યુનિસિપલ બિલ્ડિંગ, સેક્ટર 35, ચંદીગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ માને સિફત કૌરનું સન્માન કર્યું હતું. તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે ફરીદકોટની રહેવાસી સિફત કૌર સમરાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોતાની ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વ્યક્તિગત સિલ્વર મેડલ પણ જીત્યો હતો. તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને પંજાબ સહિત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી ફરીદકોટ બલજિન્દર સિંઘ, જિલ્લા શિક્ષણાધિકારી માધ્યમિક ફરીદકોટ મેવા સિંહ સિદ્ધુ, જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક ફરીદકોટ નીલમ રાની, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી માધ્યમિક પ્રદીપ દેવરા, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક ફરીદકોટ પવનકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ અધિકારીઓએ સિફત કૌરને તેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.












Click it and Unblock the Notifications
