Punjab: સ્વર્ણ મંદિર પાસે હેરિટેજ સ્ટ્રીટ પર ધમાકો, 24 કલાકમાં બીજી ઘટના

પંજાબના અમૃતસરમાં સોમવારે સવારે એક ધમાકો થયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલથી થોડે દૂર હેરિટેજ સ્ટ્રીટ પર થયો હતો. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

Punjab

મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે ગોલ્ડન ટેમ્પલ જવાના માર્ગ પર સારાગઢી સરાઈ પાસે હેરિટેજ સ્ટ્રીટ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. આ પછી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી.

ફોરેન્સિક ટીમના સભ્યોએ અનેક સેમ્પલ કબજે કર્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો હતો, ત્યાં એક કાર પણ ઉભી હતી, જેના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ ઘટના વિસ્ફોટક હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહી છે. DCP પરમિન્દર સિંહ ભંડાલ પણ હેરિટેજ સ્ટ્રીટ પર તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પોલીસ અધિકારીઓએ અગાઉ પણ આ જગ્યાને અવરજવર માટે બંધ કરી દીધી હતી. પોલીસ અધિકારીઓની ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ છે. ફોરેન્સિક ટીમના અધિકારીઓએ સેમ્પલ લીધા છે. શનિવારે મોડી રાત્રે બનેલી ઘટનાથી 200 મીટરના અંતરે વિસ્ફોટ થયો હતો.

તમને જણાવી દઈએ કે શનિવારે મોડી રાત્રે સુવર્ણ મંદિર નજીક હેરિટેજ સ્ટ્રીટમાં પણ બ્લાસ્ટ થયો હતો. એક વ્યક્તિને નાની-મોટી ઈજા થઈ હોવાના અહેવાલ છે અને કેટલીક ઈમારતોની બારીઓને નુકસાન થયું છે. જોકે, પોલીસે કહ્યુ હતુ કે આ આતંકવાદી હુમલો નહીં પરંતુ અકસ્માત હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X