For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ચૂંટણી પહેલા અકાલી દળને મોટો ઝટકો, પૂર્વ મંત્રી સેવા સિંહ સેખવા AAPમાં સામેલ

પંજાબમાં આગામી વિધાનસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ફરી આમ આદમી પાર્ટી પંજાબની લડાઈ જીતવા માટે કમર કસી રહી છે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ગુરુવારે પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન

|
Google Oneindia Gujarati News

પંજાબમાં આગામી વિધાનસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે ફરી આમ આદમી પાર્ટી પંજાબની લડાઈ જીતવા માટે કમર કસી રહી છે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રીએ ગુરુવારે પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેજરીવાલે ગુરદાસપુરમાં અકાલી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સેવા સિંહ સેખવાને પાર્ટીમાં આવકાર્યા હતા.

Seva Singh Sekhwa

પંજાબમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓના પક્ષપલટાની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. આ વખતે પંજાબમાં શિરોમણી અકાલી દળને ઝટકો આપતા આપ પાર્ટીએ તેના પૂર્વ મંત્રીને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા. સેવા સિંહ સેખવા અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા હતા.

આ દરમિયાન આપના કન્વીનર કેજરીવાલે કહ્યું કે સેવા સિંહ સેખવા અને તેમના પરિવારે પંજાબ અને પંજાબની રાજનીતિના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે આજે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારી સાથે જોડાયા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ગુરદાસપુરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમ આપણે દિલ્હીમાં સારા રસ્તા, શાળાઓ અને હોસ્પિટલો બનાવીએ છીએ. મફત વીજળી અને સ્વચ્છ પાણી આપવામાં આવે છે. તેવી જ રીતે, એક એવું પંજાબ બનાવવાનું અમારું મિશન છે જ્યાં સુખ અને શાંતિ હોય, તમામ બાળકોને સારું અને મફત શિક્ષણ મળે, સારી સારવાર મળે.

તમને જણાવી દઈએ કે સેખવા પંજાબના રાજકારણમાં મોટું નામ છે. તેઓ રાજ્યના રાજકારણનો અનુભવી ચહેરો પણ છે, જેના કારણે આપને પંજાબમાં મોટો નેતા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીને રાજ્યમાં મજબૂત ચહેરાઓની સખત જરૂર છે. આવી સ્થિતિમાં સેવાસિંહ સેખવાનની પાર્ટીમાં જોડાવ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અગાઉ કેજરીવાલ પૂર્વ આઈજી કુંવર વિજય પ્રતાપ સિંહને પાર્ટીમાં સામેલ કરાવવા માટે અમૃતસર આવ્યા હતા.

English summary
Punjab: Former Akali Dal minister Seva Singh Sekhwa joins AAP before elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X