Punjab Gas Leak Update : CM માને વ્યક્ત કર્યો શોક, આપી શક્ય તમામ મદદની ખાતરી

Punjab Gas Leak Update : પંજાબના લુધિયાણામાં રવિવારના રોજ ગેસ લીક થવાની ઘટના આવી છે. જેમાં 11 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ સગીર વયના છે. આ સાથે 9 લોકો બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો હતો.

હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો હાજર છે આ વચ્ચે પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણામાં ગેસ લીકની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Punjab Gas Leak Update

તેમણે જણાવ્યું હતું કે, પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળ પર હાજર છે. આ સાથે અસરકારક રીતે પીડિતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય બાબત છે કે, આ ઘટના લુધિયાણાના ગ્યારસપુર સ્થિત એક બિલ્ડિંગમાં બની હતી. જ્યાં એક દૂધ બૂથ છે. સવારે 7:15 કલાકે લોકો રાબેતા મુજબ દૂધ ખરીદવા આવ્યા હતા અને અચાનક બેહોશ થઈ ગયા હતા. આ વિસ્તારમાં ગેસ લીક​થયો હોવાની માહિતી મળી હતી. જોકે, ગેસ લીક​થવા પાછળનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

આવા સમયે સમગ્ર ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિકધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

NDRF આવતાની સાથે જ લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર સીલ કરી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X