લોકોના સારા આરોગ્ય માટે પંજાબ સરકાર એક્શનાં, હવે સરકાર આ મોટુ પગલુ ભરવા જઈ રહી છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સતત એક પછી એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર જણાઈ રહી છે.

ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સતત એક પછી એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હવે પંજાબ સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર જણાઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માન અને મંત્રીઓ પહેલા જ હોસ્પિટલોની મુલકાતો કરી જરૂરી દિશા નિર્દેશો આપી ચુક્યા છે. પંજાબમાં આમ આદમી ક્લિનિક લોકોના આરોગ્ય માટે સારી સેવા આપી રહ્યા અને તેના વખાણ પણ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આમ આદમી ક્લિનિકના વખાણ કર્યા છે.

Punjab Government

હાલમાં જ પંજાબ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 5 લાખ કરતા વધુ લોકોએ ઈલાજ માટે આમ આદમી ક્લિનિક સુધી આવ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ સંતુષ્ટિ જાહેર કરી છે. પંજાબ સરકાર આટલાથી પુરૂ નથી કરી રહી, હજુ પણ સરકાર મોહલ્લા ક્લિનિકની સંખ્યા વધારવા માટે પ્રયાસ કરી રહી છે. સરકારનો લક્ષ્યાંક છે કે વધુથી વધુ લોકોને સારી સુવિધા મળે.

આ બાબતે પંજાબ સરકારના મંત્રી ચેતનસિંહ જૌરામાજરા અનુસાર, ક્લિનિકમાં રોજ આવતા દર્દીઓની સંખ્યા આઠ હજારને વટાવી ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 100 ક્લિનિક શરૂ થયા છે. આમાંથી શહેરી વિસ્તારોમાં 65 અને ગ્રામીણ વિસ્તારોમાં 35 ક્લિનિકનો સમાવેશ થાય છે. હવે સરકાર એની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે.

પંજાબ સરકાર આરોગ્યને લઈને સતત મોટા પગલા લઈ રહી છે ત્યારે મોહાલી જિલ્લામાં બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 22 નવા આમ આદમી ક્લિનિક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ક્લિનિકમાં 98 પ્રકારની દવાઓ અને 41 પ્રકારના મેડિકલ ટેસ્ટ મફત કરવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો રાજ્યની હોસ્પિટલોને થયો છે. 90 ટકા દર્દીઓ આ ક્લિનિકમાં સારવાર લઈ રહ્યા છે તેના કારણે સરકારી હોસ્પિટલોમાં સામાન્ય ઓપીડી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X