પંજાબ સરકારે મિડ-ડે મીલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી, જાણો શું જાહેરાત કરી?
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સતત એક્શનમાં છે. હવે પંજાબ સરકારે સરકારી શાળાઓના મિડ-઼ડે મીલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન સતત એક્શનમાં છે. હવે પંજાબ સરકારે સરકારી શાળાઓના મિડ-઼ડે મીલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે માહિતી આપી કે, પંજાબની સરકારી શાળાઓમાં કામ કરતા મિડ-ડે મીલ કર્મચારીઓ માટે પંજાબ સરકારના નાણા વિભાગે 204 કરોડની ફાળવણી કરી છે. આ જાહેરાત બાદ હવે ટુંક સમયમાં મિડ-ડે મીલ કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરાશે.

આ સિવાય પંજાબ સરકારે શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે શાળાઓના ડબલ શિફ્ટિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. લુધિયાણા જિલ્લામાં છોકરીઓ માટેની સરકારી સીનિયર સેકેન્ડરી સ્કૃલ હવે ડબલ શિફ્ટમાં ચાલશે.
પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે એક પત્ર જારી કરીને આ આદેશ આપ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ શાળામાં 2500 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ શાળામાં તાત્કાલિક અસરથી ડબલ શિફ્ટ લાગુ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
